ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

ઋષભ પંતે IPLમાં દિલ્હી કેપિટલ્સથી અલગ થવા પર તોડ્યું મૌન, કહ્યું: પૈસા માટે…

Text To Speech
  • આ મુદ્દા અંગે કેટલાક લોકોના નિવેદનો સોશિયલ મીડિયા પર ફરતા જોયા બાદ પંતે પોતાના વિચારો વ્યક્ત કર્યા

HD ન્યૂઝ ડેસ્ક, 19 નવેમ્બર: IPL 2025ની હરાજી માટે હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. ઋષભ પંતે રિટેન ન થવા પર પોતાનું મૌન તોડ્યું છે અને આમ કરતી વખતે, તેણે દિલ્હી કેપિટલ્સથી અલગ થવાનું કારણ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તેણે આ મૌન તોડ્યું જ્યારે તેણે આ મુદ્દાને લઈને કેટલાક લોકોના નિવેદનો સોશિયલ મીડિયા પર ફરતા જોયા. પંતે તેના જવાબમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. હકીકતમાં, ઋષભ પંતે આ વાત સીધી રીતે સોશિયલ મીડિયા પર લખી નથી. પરંતુ એક કાર્યક્રમમાં સુનીલ ગાવસ્કરને આ મામલે ટિપ્પણી કરતા જોયા પછી, તેણે પોતાની વાત રજૂ કરી. સરળ શબ્દોમાં કહીએ તો પંતે ગાવસ્કરને કરેક્ટ કરવાનો પ્રયાસ કર્યો છે.

 

પંતે રિટેન ન થવા પર પોતાનું મૌન તોડ્યું

સુનીલ ગાવસ્કર સ્ટાર સ્પોર્ટ્સ પર આ મુદ્દે ટિપ્પણી કરી રહ્યા હતા કે, દિલ્હી કેપિટલ્સે ઋષભ પંતને કેમ રિટેન ન કર્યો? ગાવસ્કરે કહ્યું કે, પંતને રિટેન ન કરવો એ મેચ ફી સંબંધિત મુદ્દો હોઈ શકે છે. ગાવસ્કરની વાત સાંભળ્યા બાદ પંતે X હેન્ડલ પર કહ્યું કે, કમ સે કમ આ પૈસા સાથે સંબંધિત મામલો ન હોઈ શકે.

મારા રીટેન્શનને પૈસા સાથે કોઈ લેવાદેવા નથી: પંત

કાર્યક્રમના વીડિયો પર પ્રતિક્રિયા આપતા ઋષભ પંતે લખ્યું કે, “એક વાત હું ચોક્કસ કહી શકું છું કે મારા રિટેન્શનને પૈસા સાથે કોઈ લેવાદેવા નથી.” જો કે, વીડિયોમાં સુનીલ ગાવસ્કરે એવી આશા પણ વ્યક્ત કરી છે કે, દિલ્હી કેપિટલ્સ તેને પરત લેવાનો પ્રયાસ કરી શકે છે. આ એટલા માટે છે કારણ કે તે માત્ર વિકેટ કીપર બેટ્સમેન નહીં પરંતુ કેપ્ટન્સી મટિરિયલ પણ છે.

ઋષભ પંત પર બધાની નજર રહેશે

IPL 2025માં રિટેન્શનમાં ઋષભ પંતની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. આ હરાજીમાં ઘણી ફ્રેન્ચાઈઝી પણ કેપ્ટનની શોધમાં છે. આવી સ્થિતિમાં ઋષભ પંતની માંગ થઈ શકે છે. પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી ટીમોની પણ તેના પર નજર રહેશે. આવી સ્થિતિમાં, દિલ્હી કેપિટલ્સ માટે તેને મુક્ત કર્યા પછી તેને ફરીથી જોડવાનું મુશ્કેલ બનશે.

આ પણ જૂઓ: IPL 2025 Mega Auction/ આ ‘પાકિસ્તાની’ મૂળના ખેલાડીની પણ લાગશે બોલી

Back to top button