ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

ઋષભ પંતે શાનદાર બેટિંગ કરીને MS ધોનીનો તોડ્યો રેકોર્ડ, જાણો આ ખાસ કીર્તિમાન વિશે

Text To Speech

બેંગલુરુ, 19 ઓકટોબર: બેંગલુરુમાં શાનદાર બેટિંગ કરતા ઋષભ પંતે ભૂતપૂર્વ કેપ્ટન MS ધોનીનો મોટો રેકોર્ડ તોડ્યો છે. હકીકતમાં, ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ પહેલા, ધોનીના નામે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ કીપર બેટ્સમેન તરીકે સૌથી ઝડપી 2,500 રન બનાવવાનો એક ખાસ કીર્તિમાન હતો. જેમણે 82 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. પરંતુ તેમનો આ ખાસ રેકોર્ડ તોડીને ઋષભ પંત હવે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. 27 વર્ષીય વિકેટકીપર ખેલાડીએ પોતાની 36મી ટેસ્ટ મેચની 62મી ઇનિંગમાં 2500 રનનો આંકડો સ્પર્શ કર્યો છે. ઋષભ પંત બીજી ઇનિંગમાં સદી ચૂકી ગયો હતો અને 99 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

 

પંતે 2018માં ટેસ્ટ કર્યું હતું ડેબ્યૂ 

ઋષભ પંતે વર્ષ 2018માં ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. ત્યારથી, અત્યાર સુધી તે દેશ માટે 36 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન, તેના બેટમાંથી 62* ઇનિંગ્સમાં 45.30ની સરેરાશથી 2537 રન આવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં પંતના નામે 6 સદી અને 12 અડધી સદી છે. અહીં તેનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન 159 રનનું છે.

પંત વિકેટ પાછળ પણ શાનદાર 

ઋષભ પંતનો ચાર્મ માત્ર બેટિંગ સુધી જ વિસ્તરેલો નથી. તે વિકેટ પાછળ પણ અદ્ભુત છે. યુવા ક્રિકેટરે દેશ માટે અત્યાર સુધીમાં કુલ 136 વિકેટ પાછળ આઉટ કર્યા છે. જેમાં 122 કેચ અને 14 સ્ટમ્પિંગ સામેલ છે.

આ પણ જૂઓ: બેંગલુરુ ટેસ્ટમાં વિરાટ કોહલીએ બનાવ્યો નવો રેકોર્ડ, આમ કરનાર ચોથો ભારતીય બેટ્સમેન

Back to top button