તમામ સેફ્ટી ફીચર છતાં માંડ માંડ બચ્યો રિષભ પંત, જાણો શું છે કારની વિશેષતા
ઈન્ડિયન ક્રિકેટર રિષભ પંતનું શુક્રવારે સવારે એક ભયંકર અકસ્માત થયું છે. પંત સવારે નવી દિલ્હીથી ઉતરાખંડના રુડકી જઇ રહ્યો હતો ત્યારે સવારે 5.15 કલાકે નારસન બોર્ડર પર તેમની Mercedes Benz કાર માર્ગના રેલિંગ સાથે અથડાઈ અને એટલી સ્પીડ હતી ગાડીની કે ગાડી ફિલ્મી સ્ટાઇલે હવામાં ગુંલાટીઓ મારતા મારતા રોડની બીજી તરફ પટકાઇ હતી.
આ પણ વાંચો : Black Friday: PMએ માતા ગુમાવ્યા તો માતાને સરપ્રાઈઝ આપવા જતા રિષભ પંતની કારને નડ્યો અકસ્માત, જુઓ વીડિયો
જો કે મહત્વની બાબત છે કે, રિષભ પંત ગાડીના શોખીન છે. તેમની પાસે અનેક લક્ઝરી ગાડી છે. દુર્ઘટના સમયે તેઓ જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે Mercedes Benz GLE43 કૂપે મોડેલ કાર છે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેની વેબસાઇટ અનુસાર ગાડીનો રજિસ્ટ્રેશન નંબર DL 10 CN 1717 ગત્ત 25 ડિસેમ્બર 2019 ના રોજ કરવામાં આવ્યો હતો. આ ગાડી રિષભ પંતના જ નામે છે.
Mercedes Benz ની આ ગાડી 2019 મોડલની છે. GLE 43 કુપેમાં કંપનીએ 3 લીટરની ક્ષમતાનું DOHC ડાયરેક્ટ ઇન્જેક્શન એન્જિન છે. આ એન્જિન મહત્તમ 385.87 BHP નો ટોર્ક અને 520 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ ગાડી માત્ર 5.6 સેકન્ડમાં જ 0 થી 100 ની સ્પીડ પ્રાપ્ત કરી શકે છે.
રીષભ પંતના અકસ્માત પછીનો વીડિયો આવ્યો સામે…#RishabhPant #Rishabpant #RishabhPantAccident #Cricket #CricketerRishabhPant #sports #SportsNews #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/8UG1c5UXfA
— Hum Dekhenge News (@humdekhengenews) December 30, 2022
એટલું જ નહીં ગાડીમાં કુલ 9 સ્પીડ ડ્યુઅલ ચેનલ ટ્રાન્સમિશન ગિયર બોક્ષ અપાયું છે. જે કોઇ પણ ડ્રાઇવર માટે ખુબ જ મોટો પડકાર સાબિત થઇ શકે છે. પંત પાસે જે ગાડી હતી તેની કિંમત 1.10 કરોડ રૂપિયા છે. જેને સાથે જ રિષભ ઓવર સ્પીડ પર પણ હોવાનું ત્યાં હાજર લોકો જણાવી રહ્યા હતા.
ગાડીની લોકો સળગતી જોઇ ત્યારથી સૌ કોઈને રિષભની જ ચિંતા હતી પણ ગાડીમાં અનેક એડવાન્સ ફીચર્સ અપાયા છે. જેમાં મર્સિડીઝ બેંજ ઇન્ટેલિજન્ટ ડ્રાઇવર, એક્ટિવ પાર્કિંગ એસિસ્ટ, અટેન્શન અસિસ્ટ, ક્રોસવિંડ અસિસ્ટ, એલઇડી ઇન્ટેલિજન્ટ લાઇટ સિસ્ટમ, ડાઉન હીલ સ્પીડ રેગ્યુલેન, ડાયરેક્ટ સ્ટીયર સિસ્ટમ, એડોપ્ટિવ હાઇ બીમ એસિસ્ટ પ્લસ અને ઇલેક્ટ્રીક ટ્રેક્શન સિસ્ટમનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત એન્ટીર લોક બ્રેકિંગ સિસ્ટમ, બ્રેક આસિસ્ટ, સેન્ટ્ર લોકિંગ, પાવર ડોર લોક, ચાઇલ્ડ સેફઅટી લોક, 6 એબેગ, સીટ બેલ્ટ વોર્નિંગ, ડોર અજર વોર્નિંગ, સાઇડ ઇમ્પેક્ટ બીમ્સ, ફ્રંટ ઇમ્પેક્ટ બીમ્સ, ટ્રેક્શન કંટ્રોલ, એડજસ્ટેબલ સીટ્સ, ટાયર પ્રેશર મોનિટર, વ્હીકલ સ્ટેબિલિટી કંટ્રોલ સિસ્ટમ, એન્જિન ઇમ્મોબિલાઇઝર, ક્રેશ સેંસર, સેન્ટ્રલી માઉન્ટેડ ફ્યૂલ ટેંક, એન્જિન ચેક વોર્નિંગ, ઓટોમેટિક હેડ લેમ્પના ફિચરનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ઉર્વશીનો ‘રિષભ’ પ્રેમ, અકસ્માત થતાં આપ્યો એવો સંદેશ કે સૌ કોઈ કરી રહ્યા છે ચર્ચા