ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાની જોડીનો કમાલ, સચિન-અઝહરના રેકોર્ડની બરોબરી કરી

Text To Speech

બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાંચમી ટેસ્ટના પહેલા દિવસના અંતે ટીમ ઈન્ડિયાએ 7 વિકેટ ગુમાવીને 338 રન બનાવ્યા છે.ટેસ્ટના પહેલા દિવસના બીજા સેશનમાં ભારતનો ટોપ ઓર્ડર સદંર નિષ્ફળ રહ્યો હતો. માત્ર 98 રનમાં જ ટીમ ઈન્ડિયાએ 5 વિકેટ ગુમાવી દીધી હતી અને તે ખૂબ જ મુશ્કેલ સ્થિતિમાં દેખાઈ રહ્યું હતું. પરંતુ આ પછી ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ બાજી સંભાળી અને ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું.

રિષભ પંત અને જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે 222 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી સાથે પંત-જાડેજાની જોડીએ સચિન-અઝરુદ્દીનની જોડીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વાસ્તવમાં, છઠ્ઠી કે તેનાથી ઓછી વિકેટ માટે સૌથી વધુ રનની ભાગીદારીનો રેકોર્ડ સચિન-અઝહરની જોડીના નામે છે. 1997માં સચિન-અઝહરની જોડીએ દક્ષિણ આફ્રિકા સામે છઠ્ઠી વિકેટ માટે 222 રનની ભાગીદારી નોંધાવી હતી.

ભારત માટે આશા બાકી છે
આ પછી લક્ષ્મણ અને અજય રાત્રાની જોડી આવે છે. આ જોડીએ વર્ષ 2002માં વેસ્ટ ઈન્ડિઝ સામે સાતમી વિકેટ માટે 217 રનની ભાગીદારી કરી હતી. ત્રીજા નંબર પર અશ્વિન-સાહાની જોડી છે. અશ્વિન-સાહાએ છઠ્ઠી વિકેટ માટે 213 રનની ભાગીદારી કરી હતી. આ સાથે જ ધોની અને પઠાણની જોડીએ છઠ્ઠી વિકેટ માટે 210 રનની ભાગીદારી નોંધાવી હતી.

ટેસ્ટના પહેલા દિવસને અંતે ભારતનો સન્માનજનક સ્કોર
જણાવી દઈએ કે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને બેટિંગ માટે બોલાવી હતી. ભારતનો ટોપ ઓર્ડર આ ટેસ્ટમાં પણ ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો. જો કે, ઋષભ પંત અને જાડેજાની જોડીએ 15 વર્ષ બાદ ઈંગ્લેન્ડની ધરતી પર શ્રેણી જીતવાની ભારતની આશા જીવંત રાખી છે.

Back to top button