સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી, વૈશ્વિક બજારની અસર ભારતમાં પોઝિટિવ જોવા મળી
અમેરિકાની સિલિકોન વેલી બેંકના પતન પછી બેંકો અને શેરબજારમાં વૈશ્વિક મંદીના સંકેત જોવા મળી રહ્યા હતા. પરંતુ સ્થાનિક શેરબજારમાં રોકાણ કરતા રોકાણકારો માટે ખુશીના સમાચાર છે. વૈશ્વિક મંદી વચ્ચે છેલ્લા 2 દિવસથી શેરબજારમાં સારી શરૂઆત રહી છે. અઠવાડિયા શરૂઆતના દિવસમાં શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળા સાથે શેરબજાર ખુલ્યું છે.
આ પણ વાંચો : સૌથી મોટો સવાલ : કેમ માફિયા અતીકને અમદાવાદથી પ્રયાગરાજ પ્લેન કે ટ્રેનમાં ન લઈ જવામાં આવ્યો ?
સેન્સેક્સ અને નિફ્ટી આટલા ઉછાળા સાથે ખુલ્યું
સ્થાનિક શેરબજારે અઠવાડિયાના બીજા કારોબારી દિવસે મજબૂત શરૂઆત કરી છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હોવાનું જણાય છે. જયારે નિફ્ટીમાં પણ સારી શરૂઆત જોવા મળી છે, નિફ્ટીએ મજબૂત કારોબાર કરતા 17000નો આંક વટાવી દીધો છે. શરૂઆતના કારોબારમાં મેટલ, રિયલ્ટી અને ફાઇનાન્શિયલ સર્વિસીસ સંબંધિત સેક્ટરના શેરમાં તેજી જોવા મળી રહી છે.