ટ્રેન્ડિંગસ્પોર્ટસ

રિંકુ સિંહે જણાવ્યા બે પોતાના ફેવરિટ કેપ્ટનના નામ, એક રોહિત શર્મા અને બીજા…

  • રિંકુ સિંહે પોતાના ફેવરિટ કેપ્ટન વિશે વાત કરી અને જણાવ્યું કે તેનો ફેવરિટ કેપ્ટન કોણ છે. જો કે, તેણે આમાં એમએસ ધોનીનું નામ સામેલ કર્યું નથી, કારણ કે તે તેની કપ્તાની હેઠળ રમ્યો નથી

મુંબઈ, 27 ઓગસ્ટ: ભારતીય બેટ્સમેન રિંકુ સિંહે પોતાના ફેવરિટ કેપ્ટન વિશે ખુલાસો કર્યો છે. તેણે ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન રોહિત શર્માને પોતાનો ફેવરિટ કેપ્ટન ગણાવ્યો છે. આ સિવાય રિંકુ સિંહે વિરાટ કોહલીના નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી. જો કે રિંકુ સિંહ વિરાટની કપ્તાનીમાં રમ્યો નથી, તેણે લાંબા સમયથી વિરાટને RCB અને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરતા જોયા છે, પરંતુ રિંકુ સિંહે પોતાના ફેવરિટ કેપ્ટનમાંથી એમએસ ધોનીને પસંદ કર્યો નથી, જે ભારતનો એકમાત્ર કેપ્ટન છે જેણે સફેદ બોલની ક્રિકેટમાં દરેક ICCની ટ્રોફી જીતી છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી રિંકુ સિંહના ફેવરિટ કેપ્ટન

ડાબોડી બેટ્સમેન રિંકુ સિંહ અત્યાર સુધી રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં રમ્યો છે, પરંતુ તેના ફેવરિટ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી છે. રિંકુ સિંહે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, “મને કેપ્ટનશિપમાં રોહિત (શર્મા) અને વિરાટ ગમે છે, કારણ કે કેપ્ટનશિપમાં આક્રમકતા ખૂબ જ મહત્વપૂર્ણ છે, ટીમને સાથે લઈને ચાલવું, તેથી તેની કેપ્ટનશિપ પણ ઘણી સારી હતી.” આ ડાબા હાથના બેટ્સમેને પોતાના મનપસંદ બેટ્સમેનોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેને રોહિત શર્મા, વિરાટ કોહલી, સુરેશ રૈના અને સૂર્યકુમાર યાદવની બેટિંગ પસંદ છે.

જસપ્રિત બુમરાહ દરેકનો ફેવરિટ બોલર: રિંકુ સિંહ

23 T20 અને 2 ODI મેચ રમી ચૂકેલા રિંકુ સિંહે કહ્યું કે, “તેને સુરેશ રૈનાની બેટિંગ ગમે છે અને તેનો સૌથી ફેવરિટ રોહિત શર્મા છે. વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ પણ તેના ફેવરિટ બેટ્સમેન છે. સૂર્ય ભાઈ સાવ અલગ છે, તે એવા શોટ મારે છે કે તેવો શોટ બીજુ કોઈ નથી મારી શકતું.” ફેવરિટ બોલર વિશે રિંકુ સિંહે કહ્યું કે, ‘મારો નહીં, દરેકનો ફેવરિટ બોલર જસપ્રિત બુમરાહ છે. રિંકુ પણ જસપ્રીત બુમરાહની કેપ્ટનશીપમાં રમી ચુક્યો છે. જસપ્રીત બુમરાહને બોલિંગનો કેપ્ટન કહેવામાં આવે છે, કારણ કે તે બોલિંગમાં ટીમનું નેતૃત્વ કરે છે.

આ પણ વાંચો: નિવૃત્તિ બાદ શિખર ધવને લીધો મોટો નિર્ણય, IPL નહીં હવે આ લીગમાં રમતા જોવા મળશે

Back to top button