રિંકુ સિંહે એક પગ પર બેસીને માર્યો શોટ, બોલ પડ્યો સ્ટેડિયમની બહાર, જૂઓ વીડિયો
- રિંકુ સિંહે ઝિમ્બાબ્વે સામે જોરદાર ઇનિંગ રમી
- રિંકુ સિંહે એવી સિક્સ ફટકારી કે બોલ સ્ટેડિયમની બહાર જઈને પડ્યો
HD ન્યૂઝ ડેસ્ક, 8 જુલાઈ: ભારતીય ટીમે પ્રથમ T20 મેચમાં હાર્યા બાદ જોરદાર વાપસી કરી છે અને બીજી મેચમાં ઝિમ્બાબ્વેને 100 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ પોતાનું જોરદાર ફોર્મ બતાવ્યું પરંતુ રિંકુ સિંહે કરેલા કારનામાથી તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. રિંકુ સિંહનો એક શોટ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. રિંકુ તોફાની ઇનિંગ્સ રમ્યા બાદ પણ અડધી સદી ચૂકી ગયો હતો. આ ઇનિંગ દરમિયાન તેમણે એવી સિક્સ ફટકારી કે બધા જોતા જ રહી ગયા હતા.
પ્રથમ બેટિંગ કરતા ભારતે બે વિકેટ ગુમાવીને 234 રન બનાવ્યા હતા. આ પછી ટીમ ઈન્ડિયાના બોલરોએ ઝિમ્બાબ્વેને 134 રનમાં ઓલઆઉટ કરીને મેચ 100 રનથી જીતી લીધી હતી. પાંચ મેચની સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે.
રિંકુ સિંહનો પાવરફુલ શોટ
ભારતીય ઇનિંગ્સની 19મી ઓવર નાખવામાં આવી રહી હતી. મુઝરાબાની આ ઓવરો નાખી રહ્યો હતો. મુઝરાબાની તેની ઓવરમાં વધારે રન ના આવે તે માટે બોલને ઓફ સ્ટમ્પની બહાર નાખ્યો હતો, જેથી બોલ રિંકુની પહોંચની બહાર રહે. પરંતુ રિંકુએ બોલને તેના કોર્ટમાં લઈ લીધો અને એક પગ પર બેસીને આગળની તરફ જોરદાર શોટ રમ્યો. આ શોટ એટલો જોરદાર હતો કે બોલ સ્ટેડિયમની બહાર જઈને પડ્યો. રિંકુ સિંહે આ બોલમાં 104 મીટરની સિક્સ ફટકારી હતી. ઝિમ્બાબ્વેની આખી ટીમ આ શોટ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ત્યાર પછી રિંકુ સિંહે પછીના બોલ પર પણ ફરીથી સિક્સર ફટકારી. રિંકુએ છેલ્લી ઓવરમાં બે સિક્સર અને એક ફોર ફટકારી હતી. તેણે 22 બોલમાં પાંચ છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી અણનમ 48 રન બનાવ્યા હતા.
અહીં જૂઓ વીડિયો:
Has anyone from space said 6️⃣? 🤔
Rinku has deposited one into the orbit 🚀Watch #ZIMvIND LIVE on #SonyLIV pic.twitter.com/TCe0kNYjZn
— Sony LIV (@SonyLIV) July 7, 2024
પ્રથમ મેચમાં નિષ્ફળ રહ્યો રિંકુ સિંહ
રિંકુએ પણ પ્રથમ મેચમાં ભાગ લીધો હતો પરંતુ તે પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. પરંતુ બીજી મેચમાં રિંકુએ કોઈ કસર છોડી ન હતી અને શાનદાર બેટિંગ કરીને ઝિમ્બાબ્વેના બોલરોને થકવાડી દીધા હતા. ભારત માટે આ મેચમાં અભિષેક શર્માએ 47 બોલમાં 100 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગમાં તેણે સાત ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 47 બોલમાં 77 રનની ઇનિંગ રમી હતી.
આ પણ વાંચો: વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયામાં 125 કરોડની ઈનામી રકમ કેવી રીતે વહેંચવામાં આવશે? જાણો