ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

ગર્લફ્રેન્ડને બેસાડીને એવું બાઈક ચલાવ્યું, લોકોએ કહ્યું, ‘સાથે જીવવા-મરવાની સોગંધ લીધા છે’

  1. હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કપલ બાઇક પર બેઠેલું જોવા મળે છે. છોકરો ખૂબ જ ઝડપે બાઇક ચલાવી રહ્યો છે. આ દરમિયાન તે સ્ટંટ કરવા લાગે છે

HD ન્યૂઝ ડેસ્ક, 14 જૂન: સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે લોકો કઈ યુક્તિઓ અપનાવી રહ્યા છે. ઘણી વખત વાયરલ થવાની જીદમાં લોકો પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે. ઘણી વખત લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે રસ્તાઓ પર સ્ટંટ કરી રીલ બનાવે છે અને એક પછી એક ખતરનાક સ્ટંટ બતાવે છે. ઘણી વખત તેઓ અકસ્માતનો ભોગ પણ બને છે અને ઘણી વખત તેમના ચલણ પણ જારી કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં આ લોકો આ બધામાંથી કોઈ બોધપાઠ લેતા નથી અને જેમને તેમ મંડ્યા જ રહે છે. હાલમાં જ એક સ્ટંટબાજ છોકરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં છોકરો ભીડવાળા રસ્તા પર સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે.

સ્ટંટ કરતા છોકરાનો વીડિયો થયો વાયરલ

સ્ટંટબાજ છોકરા પોતાની બાઈક લઈને રસ્તા પર નીકળી ગયો છે, આ સાથે તે તેની ગર્લફ્રેન્ડને પણ તેની સાથે લઈને રસ્તા પર નીકળ્યો છે. તે માત્ર તેનો એકનો જ જીવ જોખમમાં નથી મૂકી રહ્યો પરંતુ તેની સાથે સાથે તે છોકરીના જીવ સાથે પણ રમત રમી રહ્યો છે. આ છોકરો સ્ટંટ દરમિયાન એવા સ્ટંટ બતાવી રહ્યો છે કે આ જોઈને લોકોના શ્વાસ અધર થઈ ગયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરો તેની બાઇકને ખૂબ જ ઝડપે હંકારી રહ્યો છે. અચાનક છોકરો તેની બાઇકનું આગળનું ટાયર હવામાં ઊંચકી લે છે. બાઇક હવે પાછળના વ્હીલની મદદથી ચાલે છે. આ સ્ટંટને વ્હીલી કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ સ્ટંટ ત્યારે જ કરી શકાય છે જ્યારે વ્યક્તિ બાઇક પર એકલી બેઠી હોય. પરંતુ આ છોકરાએ તેની ગર્લફ્રેન્ડને પણ પોતાની સાથે બેસાડી રાખી છે અને તેના ઉપર તે આવા ખતરનાક સ્ટંટ કરી રહ્યો છે.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

પાછળ બેઠેલી છોકરીનો જીવ તાળવે ચોડ્યો

બાઇક પર પાછળ બેઠેલી યુવતીએ માસ્કથી પોતાનો ચહેરો ઢાંક્યો છે. તેના બોયફ્રેન્ડની આ હરકતથી યુવતી પણ ખૂબ જ ગભરાઈ ગઈ છે. તેણીએ છોકરાનું ટી-શર્ટ બરાબરનું પકડી રાખ્યું છે અને તે એકદમ ડરી ગયેલી જોવા મળી રહી છે. આ ખતરનાક સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @itx_toxic_sa નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: દેશી જુગાડથી બનેલા હરતા-ફરતા ઘરનો વીડિયો થયો વાયરલ, લોકોએ પુછ્યું…

Back to top button