ટ્રેન્ડિંગમનોરંજન

રિશિ કપૂરની બર્થ એનિવર્સરી પર રિદ્ધિમા-નીતુએ શૅર કરી ઈમોશનલ પોસ્ટ

Text To Speech
  • દિવંગત અભિનેતાની આજે 72મો જન્મદિવસ છે. રિશિ કપૂરની બર્થ એનિવર્સરી પર રિદ્ધિમા કપૂર સાહનીએ પિતાને યાદ કરતી એક પોસ્ટ શૅર કરી છે

4 ઓગસ્ટ, મુંબઈઃ રિશિ કપૂરે 4 વર્ષ પહેલા આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. આ ચાર વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું છે, પરંતુ જે બદલાયું નહીં તે છે તેમના માટેના પરિવારનો પ્રેમ અને યાદો, જે તેમના બાળકો અને પત્નીએ આજ સુધી સાચવી રાખી છે. રિશિ કપૂર ભલે આજે આ દુનિયામાં નથી, પણ કપૂર પરિવાર તેમને યાદ કરવાનો કોઈ મોકો છોડતો નથી. દિવંગત અભિનેતાની આજે 72મો જન્મદિવસ છે. રિશિ કપૂરની બર્થ એનિવર્સરી પર રિદ્ધિમા કપૂર સાહનીએ પિતાને યાદ કરતી એક પોસ્ટ શેર કરી છે.

રિદ્ધિમાને આવી પિતાની યાદ

રિદ્ધિમા કપૂરે તેની ઈન્સ્ટા સ્ટોરી પર આ પોસ્ટ શેર કરી છે, જેમાં રિશિ કપૂર તેની પૌત્રી સમાયરા સાથે જોવા મળે છે. તસવીરમાં રિશિ કપૂર તેમની પૌત્રી સમાયરા સાથે બેસીને કન્ડલ ઓલવતા જોવા મળે છે. આ ખાસ તસવીર શેર કરતી વખતે રિદ્ધિમાએ એક ઈમોશનલ નોટ પણ લખી હતી.

રિશિ કપૂરની બર્થ એનિવર્સરી પર રિદ્ધિમા-નીતુએ શેર કરી ઈમોશનલ પોસ્ટ hum dekhenge news

રિદ્ધિમાએ શું લખ્યું?

રિદ્ધિમાએ પોસ્ટમાં લખ્યું છે કે હેપ્પી બર્થ ડે પાપા. હું ઈચ્છું છું કે તમે આજે અહીં હોત અને તમારી બે પૌત્રીઓ (સમાયરા અને રાહા) સાથે તમારો ખાસ દિવસ ઉજવતા હોત. તમારો ‘બંદર દીકરી’ સેમ હવે મોટી થઈ ગઈ છે અને નાની રાહા સૌથી ક્યુટ છે. તે બિલકુલ તમારા જેવી જ દેખાય છે, પપ્પા. અમે તમારી સાથે જે પળો માણી છે તેને હું હંમેશા મારી પાસે સંભાળીને રાખીશ. અમે તમને ખૂબ જ યાદ કરીએ છીએ અને તમારા પ્રત્યેનો અમારો પ્રેમ દરેક પસાર થતા દિવસ સાથે વધુ ઊંડો થતો જાય છે.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54)

નીતુ કપૂરે પણ રિશિ કપૂરને યાદ કર્યા હતા

નીતુ કપૂરે રિશિ કપૂરની એક તસવીર શેર કરી છે, જેમાં રિશિ મીણબત્તીઓ ઓલવતા જોવા મળે છે. ફોટો શેર કરતી વખતે નીતુએ કેપ્શનમાં લખ્યું છે, ‘ફક્ત યાદોમાં… તમે આજે તમારો 72મો જન્મદિવસ ઉજવી રહ્યા હોત.’ તેની પુત્રી રિદ્ધિમા કપૂર સાહની સહિત અન્ય ઘણા સેલેબ્સે નીતુ કપૂરની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી અને અભિનેતાને યાદ કર્યા છે.

આ પણ વાંચોઃ અભિષેક સાથે ડિવોર્સની ચર્ચાઓ વચ્ચે ‘જલસા’ પહોંચી ઐશ્વર્યા, વીડિયો જોઈને યૂઝર્સને થઈ આરાધ્યાની ચિંતા

Back to top button