રિદ્ધિમા કપૂરને ભાઈ-ભાભીમાં દેખાય છે માતાપિતાની ઝલક, રણબીર-આલિયા મારા પેરેન્ટસ જેવા!
- આલિયાના તેની નણંદ રિદ્ધિમા સાથે પણ સારા રિલેશન છે. રિદ્ધિમાએ તેની ભાભીના ખૂબ વખાણ કર્યા છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં તેણે આલિયાના સ્વભાવ અને વર્તન વિશે વાત કરી હતી
25 એપ્રિલ, મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવૂડના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે. બંને હાલના ટોપ સ્ટાર્સની યાદીમાં સામેલ છે. ફિલ્મો સિવાય તેમની રિયલ લાઈફ જોડી પણ હિટ છે અને ચાહકો આ જોડીને ખૂબ પસંદ કરે છે. આલિયા લગ્ન બાદ રણબીરના પરિવાર સાથે દરેક પ્રસંગે હળતીભળતી અને એક અલગ પ્રકારના બોન્ડિંગમાં જોવા મળે છે. સાસુ નીતુ કપૂર અને ભાભી રિદ્ધિમા હોય કે રણબીરની કઝીન કરીના-કરિશ્મા હોય, આલિયાનું કપૂર પરિવાર સાથેનું બોન્ડિંગ ખૂબ પ્રેમભર્યું છે. હાલમાં જ રણબીરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ તેની ભાભીના ખૂબ વખાણ કર્યા છે.
આલિયા સાથેના સંબંધો પર બોલી રિદ્ધિમા
આલિયાના તેની નણંદ રિદ્ધિમા સાથે પણ સારા રિલેશન છે. રિદ્ધિમાએ તેની ભાભીના ખૂબ વખાણ કર્યા છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં તેણે આલિયાના સ્વભાવ અને વર્તન વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે તે ઘરમાં બધાની કેટલી ફેવરિટ છે. એટલું જ નહીં, રિદ્ધિમાને તેના ભાઈ અને ભાભીમાં તેના માતા નીતુ કપૂર અને સ્વર્ગસ્થ પિતા ઋષિ કપૂરની ઝલક દેખાય છે.
રિદ્ધિમાએ આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે આલિયા અને રણબીરને લઈને વાત કરી છે. તેણે કહ્યું કે આલિયા ખૂબ જ પ્રેમાળ અને દયાળુ છે. તે ગિવિંગ નેચરની છે. મારો ભાઈ ખૂબ નસીબદાર છે કે તેને આલિયા જેવી લાઈફ પાર્ટનર મળી. આલિયા પણ એટલી જ લકી છે કે મારો ભાઈ તેને ખૂબ પ્રેમ કરે છે.
View this post on Instagram
બંને મારાં માતા-પિતા જેવા છે
રિદ્ધિમાએ આગળ જણાવ્યું કે રણબીર અને આલિયા બંને મારા માતા-પિતા જેવા છે. રણબીર મારી માતા નીતૂ કપૂર જેવો નમ્ર અને શાંત સ્વભાવનો છે. આલિયામાં મારા પિતાના સ્વભાવની ઝલક જોવા મળે છે. મને આલિયાનો નેચર ખૂબ જ ગમે છે. મને તેના વાઈબ્સ ગમે છે. તે એકદમ કૂલ અને મજાની વ્યક્તિ છે. કોઈ પોલિટિક્સ નહીં, કોઈ ગોસિપિંગ નહીં. અમારા બેમાં પણ ઘણી સામ્યતાઓ છે. રિદ્ધિમા ખૂબ જલ્દી વેબ શો ફેબ્યુલસ લાઈવ્ઝ વર્સીસ બોલિવૂડ વાઈવ્સની ત્રીજી સીઝનમાં જોવા મળશે. આ શો નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આ શો સેલિબ્રિટી વાઈવ્સ પર આધારિત છે.
આ પણ વાંચોઃ અરિજીત સિંહ બર્થ ડે: આજે પણ તેના આ 10 ગીતો લોકોના દીલો પર રાજ કરે છે