ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

રિકી પોન્ટિંગની IPL 2025માં એન્ટ્રી: આ ટીમમાં મળી મોટી જવાબદારી

Text To Speech
  • દિલ્હી કેપિટલ્સના કોચ રહી ચૂકેલા રિકી પોન્ટિંગનો કરાર સમાપ્ત થઈ ગયો હતો

નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગની IPL 2025માં એન્ટ્રી થઈ ચૂકી છે. તેમને પ્રીતિ ઝિન્ટાની સહ-માલિકીવાળી પંજાબ કિંગ્સ દ્વારા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેથી રિકી પોન્ટિંગ હવે IPL 2025માં પંજાબ કિંગ્સનું કોચિંગ કરતાં જોવા મળશે. તે દેશબંધુ ટ્રેવર બેલિસનું સ્થાન લેશે. આ પહેલા રિકી પોન્ટિંગનો દિલ્હી કેપિટલ્સ સાથેનો કરાર સમાપ્ત થઈ ગયો હતો. રિકી પોન્ટિંગે સાત વર્ષ સુધી દિલ્હી માટે કોચિંગની જવાબદારી નિભાવી હતી. પંજાબ કિંગ્સે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ જાણકારી આપી છે.

 

ભવિષ્યમાં ટીમમાં ફેરફાર પણ જોવા મળશે

પંજાબ કિંગ્સના કોચ તરીકે નિયુક્ત થયા બાદ રિકી પોન્ટિંગે કહ્યું હતું કે, હું ખુશ છું કે પંજાબ કિંગ્સે મને મુખ્ય કોચની જવાબદારી આપી છે. નવા પડકાર માટે ઉત્સાહિત છું. મારી ટીમ મેનેજમેન્ટ અને ટીમના ઓનર સાથે લાંબી ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હું ટીમના વિઝનને આગળ લઈ જવાનો પ્રયાસ કરીશ અને અમે વચન આપીએ છીએ કે અમે ભવિષ્યમાં ટીમમાં ઘણા ફેરફારો જોઈશું.

રિકી પોન્ટિંગ છઠ્ઠો મુખ્ય કોચ

ઉલ્લેખનીય છે કે, રિકી પોન્ટિંગ છેલ્લી સાત સિઝનમાં પંજાબ કિંગ્સના છઠ્ઠા મુખ્ય કોચ હશે. IPLના છેલ્લા 10 વર્ષના ઈતિહાસમાં ફ્રેન્ચાઈઝી માત્ર બે વખત જ પ્લેઓફમાં પહોંચી છે. વર્ષ 2024માં ટીમ નવમા સ્થાને રહી હતી.

આ પણ જૂઓ: ભારતીય ટીમનો આ સ્ટાર ખેલાડી થઈ ગયો ફિટ, બાંગ્લાદેશ સામે એક્શન મોડમાં જોવા મળશે

Back to top button