વિશેષસ્પોર્ટસ

રિકી પોન્ટિંગે ટીમ ઇન્ડિયાના કોચ બનવાની ના પાડી – જાણો કારણ

Text To Speech

 23 મે, હોબાર્ટ: દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગે ટીમ ઇન્ડિયાના કોચ બનવાની ના પાડી દીધી છે. પોન્ટિંગે કહ્યું હતું કે BCCI દ્વારા રાહુલ દ્રવિડના અનુગામી તરીકે તેનો સંપર્ક સાધવામાં આવ્યો હતો પરંતુ તેણે ના પાડી દીધી છે.

પોન્ટિંગનું કહેવું છે કે આ જોબ હાલપૂરતી તેની લાઈફસ્ટાઈલ સાથે મેળ નથી ખાતો. જસ્ટિન લેંગર, સ્ટિફન ફ્લેમિંગ, ગૌતમ ગંભીર અને મહેલા જયવર્દને સાથે રિકી પોન્ટિંગનું નામ પણ ભારતીય ટીમના આગામી કોચ તરીકે લેવામાં આવી રહ્યું હતું. પરંતુ હવે પોન્ટિંગે ટીમ ઇન્ડિયાના કોચ બનવાની ના પાડી દેતાં આ રેસમાં હવે ફક્ત ચાર જણા બાકી રહ્યા છે.

પોન્ટિંગે ICCને આપેલી એક મૂલાકાતમાં જણાવ્યું હતું કે, ‘મેં આ બાબતે ઘણા રિપોર્ટ્સ જોયા છે. સામાન્ય રીતે આ બધી બાબતો સોશિયલ મીડિયામાં વધુ ચર્ચામાં આવતી હોય છે એ પણ ત્યારે જ્યારે તમને એ બાબતનો કોઈ ખ્યાલ નથી હોતો. પરંતુ IPL દરમ્યાન રૂબરૂમાં કોઈક વખત ચર્ચા છે, એટલું જાણવા માટે કે હું આ જોબ માટે કેટલો ઉત્સાહિત છું.’

‘મને કોઈ સિનીયર ટીમનો કોચ બનવાનું ગમશે, પણ જીવનમાં અન્ય બાબતો પણ ઘણી મહત્વની હોય છે અને મને અત્યારે વધુ સમય મારા ઘરે ગાળવાનું ગમે છે. જો તમે ટીમ ઇન્ડિયાના કોચ  બનો તો તમે IPL સાથે જોડાઈ શકતા નથી એ પણ મને ખબર છે.’ તેમ પોન્ટિંગે ઉમેર્યું હતું.

રિકી પોન્ટિંગના માનવા અનુસાર કોઈ નેશનલ ક્રિકેટ ટીમના કોચ તરીકે 10-11 મહીના વ્યસ્ત રહેવું પડે છે અને તે તેની  હાલની લાઈફસ્ટાઈલ સાથે મેચ નથી થતું.  પોન્ટિંગે ખુલાસો કર્યો હતો કે દિલ્હી કેપિટલ્સના કોચ તરીકે તેનું પરિવાર તેની સાથે ભારતમાં પાંચ અઠવાડિયા ગાળે છે. જ્યારે તેને ટીમ ઇન્ડિયાના કોચ બનવાની ઓફર મળી ત્યારે તેણે પોતાના પુત્રને વાત કરી કે ‘ડેડને ટીમ ઇન્ડિયાના કોચ બનવાની ઓફર મળી છે તો તારું શું કહેવું છે?’ તેના જવાબમાં પોતાના પુત્રે કહ્યું હતું કે તેને બે-ત્રણ વર્ષ માટે ભારત શિફ્ટ થઇ જવામાં કોઈ વાંધો નથી.

આ દરમ્યાન ઝિમ્બાબ્વેના પૂર્વ કપ્તાન અને RCBના હેડ કોચ એન્ડી ફ્લાવરે કન્ફર્મ કર્યું છે કે તેણે ભારતના કોચ તરીકે અપ્લાય નથી કર્યું અને તેનો આ અંગે કોઈ વિચાર છે પણ નહીં. તેના કહેવા પ્રમાણે તેને ફ્રેન્ચાઈઝી ક્રિકેટના કોચિંગ સાથે સંતોષ છે.

Back to top button