ગુજરાત

આજથી અમદાવાદના રોડ પર ઓટોરિક્ષા જોવા નહી મળે

Text To Speech
  • ભૂખ હડતાળની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે
  • આજથી પાંચમી ઓક્ટોબરે રિક્ષા ચાલકો સ્વયંભૂ બંધ પાળશે
  • ઓનલાઈન એપથી ટુ વ્હિલરની મુસાફરી સામે વિરોધ છે

અમદાવાદ શહેરમાં આજથી ત્રણ દિવસ સુધી રિક્ષાચાલકો હડતાળ ઉપર ઊતરશે. જેમાં ઓનલાઈન એપથી ટુ વ્હિલરની મુસાફરી સામે વિરોધ છે. ભૂખ હડતાળ પર ઊતરવાની રિક્ષા યુનિયનની ચીમકી છે. આજથી પાંચમી ઓક્ટોબરે રિક્ષા ચાલકો સ્વયંભૂ બંધ પાળશે.

આ પણ વાંચો: ગુજરાતમાં હૃદયરોગને લગતા કેસ વધ્યા, દર્દીઓનો આંકડો જાણી રહેશો દંગ 

ભૂખ હડતાળની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે

શહેરમાં ઓનલાઈન એપ મારફત ટુ વ્હિલર પર સવારીનું ચલણ વધી રહ્યું છે, આ સ્થિતિમાં રિક્ષા ચાલકોની રોજીરોટી ઉપર માઠી અસર થઈ રહી છે, ટુ વ્હિલર પર થતી મુસાફરી ગેરકાયદે છે, જે બંધ કરવાની માગણી સાથે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયને અમદાવાદમાં ત્રીજીથી પાંચમી ઓક્ટોબર એમ ત્રણ દિવસ માટે રિક્ષા સ્વયંભૂ બંધનું એલાન આપ્યું છે. આ સાથે જ ભૂખ હડતાળની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ પણ વાંચો: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે વર્લ્ડકપ ઓપનિંગ સેરેમની મેગા ઈવેન્ટ, જાણો પરફોર્મ કરનાર સ્ટાર્સની યાદી

એપ મારફત ટુ વ્હીલર પર મુસાફરી છેલ્લા કેટલાક સમયથી ધમધમી રહી છે

રિક્ષા ચાલકોના એસોસિયેશન દ્વારા જણાવાયું છે કે, ઓનલાઈન એપ મારફત ટુ વ્હીલર પર મુસાફરી છેલ્લા કેટલાક સમયથી ધમધમી રહી છે, જે ગેરકાયદે છે અને બંધ થવી જોઈએ. આ સંદર્ભે સરકારમાં રજૂઆતો છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. વાહન વ્યવહાર કમિશનર તરફથી સૂચના અપાઈ હતી કે, ટુ વ્હિલર પર કોઈ પેસેન્જરે બેસવું નહિ. આ પ્રકારના વાહન ચલાવનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સૂચના માત્ર પછી કોઈ પગલાં ન લેવાતાં હજુ રસ્તાઓ પર આ પ્રકારના વાહનો દોડી રહ્યા છે. આ બાબતને લઈ આજથી પાંચમી ઓક્ટોબરે રિક્ષા ચાલકો સ્વયંભૂ બંધ પાળશે અને ભૂખ હડતાલ પર ઉતરશે. શહેરમાં મુસાફરી કરાવતાં કેટલા ટુ વ્હીલર રસ્તા પર દોડી રહ્યા છે તેની માહિતી પણ નથી.

Back to top button