અમદાવાદગુજરાત

અમદાવાદમાં રિક્ષા ચાલકોએ બે દિવસ ઓનલાઈન બુકિંગ બંધ કર્યું, જાણો શું છે માંગ

Text To Speech

અમદાવાદ, 24 જૂન 2024, આશરે બે લાખ કરતાં પણ વધુ ઓટોરિક્ષા અમદાવાદ શહેરમાં દોડી રહી છે. હાલના ટેક્નોલોજીના યુગમાં અને ઝડપી લાઇફ સ્ટાઇલને કારણે ઓનલાઇન એપ્લિકેશન જેમ કે, ઓલા-ઉબેરની મદદથી ઘરે બેઠા પોતાના મોબાઇલ ફોનથી ઓટો રિક્ષા બુક કરીને ઘર પાસેથી જ જઈ શકે છે. પરંતુ આ ઓનલાઇન એપ્લિકેશનને કારણે ઓટો રિક્ષા ચાલકોને નુકસાન થતાં તેમણે આજે અને આવતીકાલે એટલે કે બે દિવસ માટે ઓનલાઇન એપ્લિકેશનનો બહિષ્કાર કર્યો છે. જેની સીધી અસર મુસાફરોને થઈ શકે છે.રિક્ષાચાલકો ઓનલાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરીને મુસાફરોને સુવિધા પૂરી પાડે છે. તેમાં રિક્ષાચાલકોને નુકસાની થતી હોય તેમ જણાતા ઓટો રિક્ષાચાલક એકતા યુનિયન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુસાફરોને આજે સવારથી જ હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે
રિક્ષાચાલક યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ વિવિધ માંગો અંગે રજૂઆત કરી હતી. મીડિયાના માધ્યમથી ઓનલાઇન એપ્લિકેશન સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે આગામી દિવસોમાં તેમની માગ નહીં સંતોષાય, તો બે દિવસને બદલે પાંચ દિવસ, 10 દિવસ અથવા અચોક્કસ મુદ્દત માટે પણ એપ્લિકેશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેશે તેમ જણાવ્યું હતું. રિક્ષા ચાલકો દ્વારા છેલ્લા 1 વર્ષથી સતત આરટીઓ કચેરી ટ્રાન્સપોર્ટ સહિત વિવિધ સરકારી ખાતામાં સફેદ નંબર પ્લેટવાળા ટુ-વ્હીલરમાં મુસાફરોને લઈ જવામાં આવે છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં તેનો નિવેડો નહીં આવતાં પરેશાન છે. ઓનલાઇન એપ્લિકેશન દ્વારા રિક્ષા ચાલકોનું શોષણ થતું હોય તેવી લાગણી અનુભવતાં સાત મુદ્દાઓ લઈને માગણી કરી છે. ઓલા-ઉબેર જેવી ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ઓટો રિક્ષા બુક કરીને મુસાફરી કરતાં મુસાફરોને આજે સવારથી જ હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રિક્ષાચાલકોની મુશ્કેલી કઈ છે?

ઓનલાઇન એપ ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટ ઉપર ટુ વ્હીલર ચલાવે છે
કંપની દ્વારા રિક્ષાચાલકો પાસેથી રોજનો 25 રૂપિયા સરચાર્જ લેવાય છે
ટ્રીપ પીક-અપ કરવા જાય તેનો કોઈ ચાર્જ અપાતો નથી
ટ્રીપ કેન્સલ થાય તો તેનો કોઈ ચાર્જ અપાતો નથી
સરકારી ધોરણો મુજબ રિક્ષા ચાલકોને ભાડું મળતું નથી
રિક્ષાચાલકો પાસેથી કંપનીઓ કમિશન પણ લે છે

આ પણ વાંચોઃઅમદાવાદમાં ટ્રાફિક ડ્રાઈવમાં 2 દિવસમાં 370 કેસ કરવામાં આવ્યા

Back to top button