ફૂડ

સ્વાદ અને સુગંધથી ભરપૂર બીટની ખીર સ્વાસ્થ્ય માટે પણ ખુબજ ગણાય છે ઉત્તમ

Text To Speech

મખાનાની ખીર, નારિયેળની ખીર, એવી અવનવી ખીર તમે ખાધી જ હશે, પરંતુ શું તમે ક્યારેય બીટની ખીર ચાખી છે ? તો એકવાર તો બીટની ખીરનો સ્વાદ ચોક્કસથી ચાખો. જો તમે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીર ટ્રાય કરવા ઈચ્છતા હોવ તો આ વખતે બીટની ખીરનો સ્વાદ ચોક્કસથી ચાખવો જોઈએ. જેને ખાઈને ઘરવાળાં બોલી ઉઠશે વાહ! ભારતીય લોકોને ખીર ખાવી ખૂબ ભાવતી હોય છે. જમ્યા બાદ કઈં ગળ્યું ખાવાની વાત હોય તો ઘણા લોકોને ખીર બહુ ભાવતો હોય છે. ઘણીવાર તો ખીરનું નામ માત્ર સાંભળીને જ મોંમાં પાણી આવવા લાગે છે. આમ તો મખાનાની ખીર, નારિયેળની ખીર, એવી અવનવી ખીર તમે ખાધી જ હશે, પરંતુ શું તમે ક્યારેય બીટની ખીર ચાખી છે? જો ના, તો એકવાર તો બીટની ખીરનો સ્વાદ ચોક્કસથી ચાખવો જ જોઈએ. આજે આ લેખમાં અમે તમને જણાવી રહ્યા છીએ બીટની ખીરની રેસિપી. આ ખીરને બનાવવામાં વધારે સમય નહીં લાગે અને તેનાથી વધારે સમય પણ નહીં લાગે. આ ખીરને કોઈ ખાસ અવસરે બનાવી શકો છો. ચાલો જાણીએ બે વ્યક્તિ માટે ખીર બનાવવાની રીત.

સામગ્રી : દૂધ 1/2 લીટર, ઘી 2 ચમચી, સૂકામેવા 2 ચમચી, બીટ 1 કપ છીણેલું, ખાંડ 1/2 કપ, ઈલાયચી પાવડર 1/2 ચમચી, ચોખા 1/2 કપ.

બીટની ખીર બનાવવાની રીત : બીટની ખીર બનાવવાની રીત એકદમ સરળ છે. આ માટે સૌથી પહેલાં બીટને ધોઈને સાફ કરી લો. ત્યારબાદ છોલીને છીણી લો. બીજી તરફ એક વાસણમાં દૂધ ગરમ કરવા માટે મૂકો.

દૂધ ઉકળવા લાગે એટલે તેમાં ચોખા નાખો અને થોડો સમય માટે ચઢવા દો. બીજી તરફ એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં બીટ નાખીને સાંતળો.

સાંતળેલા બીટને દૂધમાં નાખો અને 10 મિનિટ માટે ચઢવો. ખીર બનાવતી વખતે વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું, જેથી તેમાં ચોખા ચોંટે નહીં.

ખીરને 10 મિનિટ ચઢવ્યા બાદ તેમાં ખાંડ અને ઈલાયચી પાવડર નાખો અને સરખી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેમાં સૂકામેવા નાખો અને સરખી રીતે મિક્સ કરી લો. હવે ગેસ બંધ કરીને સર્વ કરો.

Back to top button