ચોખાના વેપારીઓએ હવેથી સ્ટૉક સરકારી પોર્ટલ પર જાહેર કરવાનો રહેશે
નવી દિલ્હી, 02 ફેબ્રુઆરી : ચોખાના ભાવ પર નજર રાખવા માટે સરકાર દ્વારા રિટેલર્સ, હોલસેલર્સ અને પ્રોસેસર્સને આગામી શુક્રવારથી સરકારી પોર્ટલ પર વિવિધ કેટેગરીમાં તેમનો સ્ટોક જાહેર કરવાની સલાહ આપવામાં આવી છે. ચોખા બાસમતી હોઇ કે નૉન-બાસમતી તેમજ પરબોઈલ્ડ અથવા તૂટેલા હોય તો પણ વેપારીઓએ તેને સરકારી પોર્ટલ પર જાહેર કરવાના રહેશે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપરાએ આ માહિતી આપી છે. અને જો જરૂર પડશે તો સરકાર ચોખા માટે સ્ટોક લિમિટ નક્કી કરવા પર પણ વિચાર કરશે.
ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ત્રણ સંસ્થાઓ – નાફેડ, એનસીસીએફ અને કેન્દ્રીય ભંડારને સબસિડીવાળા ભારત ચોખા પૂરા પાડવામાં આવ્યા છે. તેને વધુમાં વધુ છૂટક કિંમત 29 રૂપિયા પ્રતિ કિલો રાખવાની સલાહ આપવામાં આવી છે. આથી દેશના એવા વિસ્તારોને લક્ષ્ય બનાવી શકાશે જ્યાં સરેરાશ કરતાં કિંમત વધારે છે, ચોખાના ભાવ વાર્ષિક ધોરણે સરેરાશ 14.5 ટકા વધ્યા હતા જેથી વેપારીઓ કોમોડિટીનો સંગ્રહ કરતાં હોઇ તેવી આશંકા છે.
આ ઉપરાંત, નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ દ્વારા આ દેશોમાં ચોખાના નિકાસની પરવાનગી આપવામાં આવી છે. જેમાં, પશ્ચિમ આફ્રિકન દેશ બેનિન ભારતમાંથી બિન-બાસમતી ચોખાના મુખ્ય આયાતકારોમાંનો એક છે . તેમજ અન્ય દેશો જેવા કે, યુએઈ, નેપાળ, બાંગ્લાદેશ, ચીન, કોટ ડી’ આઇવોર, ટોગો, સેનેગલ, ગિનીયા, વિયેતનામ, ડીજીબુટી, માડાગાસ્કર, કેમેરૂન સોમાલિયા, મલેશિયા અને લાઇબેરિયાનો શમાવેશ થાય છે.
આ પણ વાંચો : ગુજરાતના બજેટમાં પોલીસ કર્મીઓને શું મળ્યું, જાણો સરકાર કઈ નવી યોજનાઓ શરૂ કરશે