ટ્રેન્ડિંગધર્મનેશનલમનોરંજનમીડિયા

અયોધ્યાની રામલીલામાં પર્ફોમ કરશે મિસ યૂનિવર્સ રિયા સીંઘા, નિભાવશે આ ખાસ પાત્ર

Text To Speech

અયોધ્યા – 2 ઓકટોબર :   મિસ યુનિવર્સ 2024 વિજેતા રિયા સિંઘા અયોધ્યા રામલીલા 2024નો ભાગ બની ગઈ છે. રામલીલામાં તે માતા સીતાના રોલમાં જોવા મળશે. આ વર્ષે, રામલીલાની સ્ટાર કાસ્ટમાં 42 કલાકારો જોડાયા છે, જેમાં મનોજ તિવારી અને રવિ કિશન પણ સામેલ છે. બંને સ્ટાર્સ બાલી અને સુગ્રીવની ભૂમિકામાં જોવા મળશે.

રિયા સિંઘાએ રામલીલામાં માતા સીતાનું પાત્ર ભજવવા માટે ઉત્સુકતા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, ‘આ વર્ષ મારા માટે ઘણી રીતે ખાસ છે. ભગવાન શ્રી રામના આશીર્વાદથી મને વિશ્વની સૌથી મોટી રામલીલા અયોધ્યાની રામલીલામાં માતા સીતાની ભૂમિકા ભજવવાનો મોકો મળ્યો. હું આ અંગે ખૂબ જ ઉત્સાહિત છું.

આયોજક સમિતિનો આભાર માન્યો
રિયા સિંઘાને શ્રી રામના જન્મસ્થળ પર રામલીલામાં પરફોર્મ કરવાની તક મળી છે. આ માટે તેણે આયોજક સમિતિનો આભાર માન્યો છે. તેણે કહ્યું, ‘મારા માટે આ ખૂબ જ રોમાંચક છે. આ મારું સદ્ભાગ્ય છે કે હું રામાયણનો ભાગ બની છું અને મને માતા સીતાનું પાત્ર ભજવવાનો મોકો મળ્યો છે. આ વર્ષે મિસ યુનિવર્સનો ખિતાબ જીતવા માટે હું ભગવાન શ્રી રામ અને માતા સીતાના આશીર્વાદ માંગીશ. ઉલ્લેખનીય છે કે રિયા સિંઘાએ 22 સપ્ટેમ્બરે જયપુરમાં મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.

50 કરોડ લોકો અયોધ્યાની રામલીલા નિહાળશે
આ વર્ષે અયોધ્યાની રામલીલામાં જાણીતા કલાકારો ભાગ લેશે. પીઢ અભિનેત્રી ભાગ્યશ્રી મા વેદવતીની ભૂમિકા ભજવશે, જ્યારે લોક ગાયિકા માલિની અવસ્થી અયોધ્યાની રામલીલામાં મા શબરીની ભૂમિકામાં જોવા મળશે. રામલીલાના સ્થાપક પ્રમુખ સુભાષ મલિક (બોબી)એ કહ્યું કે આ વખતે રામલીલા અગાઉના તમામ વિશ્વ રેકોર્ડ તોડી નાખશે. ગયા વર્ષે 36 કરોડ લોકો રામલીલા જોવા આવ્યા હતા, પરંતુ આ વર્ષે 50 કરોડથી વધુ લોકો તેમાં ભાગ લેશે.

આ પણ વાંંચો : તારક મહેતાની સોનૂએ અનસીન તસવીરો! શૂટિંગના છેલ્લા દિવસનો અનુભવ શેર કર્યો

Back to top button