ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપ

જાડેજા માટે રીવાબાએ બાંધ્યાં વખાણનાં તોરણ, શું કહ્યું જાણો

Text To Speech
  • ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ દરમિયાન જાડેજાએ ખૂબ જ સરળ કેચ છોડ્યો હતો
  • રીવાબા જાડેજાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી

રવિન્દ્ર જાડેજાને અત્યારે વિશ્વમાં ક્રિકેટના શ્રેષ્ઠ ફિલ્ડરોમાંથી એક માનવામાં આવે છે અને તેમના શાનદાર કેચ ભારતીય ક્રિકેટ ટીમ માટે નિયમિત બાબત બની ગઈ છે. ભાગ્યે જ જાડેજાને કેચ છોડતા જોયા હશે. જો કે, ચાહકો અને નિષ્ણાતો બંને સ્તબ્ધ થઈ ગયા હતા કારણ કે રવિવારના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની મેચ દરમિયાન જાડેજાએ ખૂબ જ સરળ કેચ છોડ્યો હતો, આ જોઈ તેમની પત્ની રીવાબા જાડેજા પણ સ્તબ્ધ થઈ ગયાં હતાં. તેમની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. પરંતુ વર્લ્ડ કપ 2023ની મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. આ મેચમાં ઘણા રેકોર્ડ તૂટ્યા હતા.

20 વર્ષનો રેકોર્ડ તોડીને ભારતે જીત મેળવી હતી. ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 પર ભાજપના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાએ કહ્યું હતું કે, સૌથી પહેલા હું ભારતીય ક્રિકેટ ટીમ અને તમામ ક્રિકેટ ચાહકોને અભિનંદન આપવા માંગુ છું. આપણો દેશ ફરીથી વર્લ્ડ કપ જીતશે. તે (રવીન્દ્ર જાડેજા) જે સ્થિતિમાં બેટિંગ માટે આવે છે તે દબાણની સ્થિતિ છે. તેમને આવી પરિસ્થિતિઓનો અનુભવ છે. તેમણે ટીમ અને કોચનો વિશ્વાસ સંપાદિત કર્યો છે. હું ખુશ છું કે આપણે ન્યુઝીલેન્ડ સામે 20 વર્ષનો રેકોર્ડ તોડવામાં સફળ રહ્યા છીએ. ભારતીય ક્રિકેટ ટીમના એક સામાન્ય સમર્થક તરીકે હું આવું જ પ્રદર્શન આગળ પણ યથાવત રહે તેમ હું ઈચ્છીશ અને મારી શુભેચ્છાઓ ભારતીય ટીમને મોકલીશ.

 આ પણ વાંચો, કઈ ચાર ટીમો સેમિફાઇનલમાં આવશે ?

Back to top button