અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

હોળિકા દહન પહેલા વરસાદી માહોલ, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ

Text To Speech

ગુજરાતમાં હોળી પ્રગટાવવાના સમય પહેલા જ અલગ અલગ શહેરોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા હોળીના આયોજનના રંગમાં ભંગ પડ્યો હતો. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કેટલાક જિલ્લાઓમાં કરા અને ભારે પવન સાથે વરસાદ વરસતા અષાઢ મહિના જેવો માહોલ જોવા મળ્યો હતો.

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ

અમદાવાદમાં હોલિકા દહન પહેલા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક જ ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાતા વાહનચાલકોને રોડ પર વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી. લાઈટ ચાલુ રાખી અને વાહન ચલાવવું પડ્યું હતું જ્યારે ટુ-વ્હીલર ચાલકોએ તો રોડની સાઈડમાં થોડી જ વાર ઊભા રહી જવાની ફરજ પડી હતી. ઠંડા પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. જેના કારણે કેટલીક જગ્યાએ તો હોલિકાદહન માટેની તૈયારી પર પાણી ફરી ગયું હતું.

વરસાદથી પાકમાં નુકસાનની ભીતિ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે વરસાદ આવે તેવી શક્યતા વર્તાઈ રહી હતી અને આખરે બપોર થતાની સાથે જ વરસાદ શરૂ થઈ ગયો હતો.કમોસમી વરસાદથી ખેડૂતોને ઉભા પાકને લઈને ચિંતા સતાવી રહી છે. કેરીના મોર સહિતના ઘઉં,ચણાના પાકને નુકસાન થવાની ભીતિ છે.

Back to top button