ગુજરાત

હરાજીથી લઈને અત્યાર સુધીમાં તલાલા માર્કેટિંગ યાર્ડમાં 60 હજારથી વધુ કેસર કેરીના બોક્સની આવક, હવે દરરોજ 500 બોક્સ વધી શકે છે

Text To Speech

કેસર કેરીનો ગઢ ગણાતા તાલાલા પંથકમાં આ વર્ષે કેરીનું ઉત્પાદન ઘટવાનો અંદાજ છે. ગત 26 એપ્રિલથી હરાજીનો પ્રારંભ થયો હતો અને પ્રથમ દિવસે 3740 બોક્સની આવક થઈ હતી. અને 10 કિલો બોક્સનાં 1450 રૂપિયા ભાવ બોલાયો હતો. અત્યાર સુધીની વાત કરીએ તો આશરે 60 હજારથી વધુ બોક્સની આવક થઈ ચૂકી છે.

જો કે, છેલ્લા કેટલાક દિવસથી રોજ 500 થી 600 બોક્સની આવક વધી રહી છે. ત્યારે જ 15 મેના ભાવની વાત કરીએ તો આ દિવસે 6460 બોક્સ વેંચાણ માટે આવ્યા હતા. અને 10 કિલોના બોક્સ 1300નાં ભાવે વેંચાયા હતા અને નીચા ભાવ 625 રહ્યાં હતા. જો કે, આ વર્ષે તાલાલાની કેસર કેરી વિદેશમાં એક્સપોર્ટ નહીં કરવામાં આવે.

વંથલી- કેશોદની કેરી 10 દિવસ બાદ આવશે -સૌપ્રથમ બજારમાં તાલાલા પંથકમાંથી કેસર કેરીની આવક શરૂ થતી હોય છે. જો કે, કેશોદ અને વંથલી પંથકની વાત કરીએ તો અહીંયા પાક પાછોતરો હોય જેથી ઉતારો પણ મોડો શરૂ થતો હોય છે. ત્યારે જ હાલની સ્થિતીની વાત કરીએ તો જાણકારોના મતે આ પંથકની કેરી હજુ આશરે 10 થી 15 દિવસ બાદ બજારમાં વેંચાણ માટે આવશે. ખેડૂતો પણ સારા ભાવની આશા રાખી રહ્યાં છે.

ગીર વિસ્તારમાં આ વર્ષે કેસર કેરીના પાકની ઉત્પાદનની સ્થિતી અંગે અનુભવી ખેડૂતો સહિત વેપારીઓના અંદાજ પણ પ્રતિકુળ વાતાવરણે ખોટા પાડી દીધા. કે કેસર કેરીનો પાક અંદાજ કરતા પણ ઓછો હોવાનું હાલ કેરીમા થઈ રહેલી આ‌વકમાં જોવા મળી રહ્યું છે.

Back to top button