ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના કલેક્ટરોની “કામગીરી” બાબતે મહેસૂલ વિભાગના મનોજ દાસની કડક સુચના

  • ભ્રષ્ટાચાર અને કામચોરીને દૂર કરવા માટે મનોજ દાસે એક અભિયાન હાથ ધર્યું
  • ACS દાસે તમામ કલેક્ટરોને લખેલા પત્રથી જિલ્લા કચેરીઓમાં ચર્ચા શરૂ
  • કામનું ભારણ ઓછું કરવા મનોજ દાસે ઓનલાઈન સિસ્ટમને પણ કાર્યરત કરી

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ દાસે સત્યનો દંડો પછાડતા ચર્ચામાં છે. જેમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ- ACSનો ચાર્જ સંભાળ્યો ત્યારથી મનોજ દાસ ચર્ચામાં છે. ગત સપ્તાહે તેમણે ફરીથી દંડો પછાડયો છે. જો કે, આ વખતે તેમના દંડામાં જમીન મહેસૂલ સંબંધિત વિષયને બદલે વય નિવૃત્તિ પછી મળવા પાત્ર લાખોની ચુકવણી મુદ્દે કલેક્ટરોનો ખુલાસો મંગાયો છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરોને આજે નવા મેયર-ડે.મેયર મળશે 

ACS દાસે તમામ કલેક્ટરોને લખેલા પત્રથી જિલ્લા કચેરીઓમાં ચર્ચા શરૂ

કાયમ જમીન મહેસૂલમાં રચ્યાપચ્યા રહેતા કલેક્ટોરેટના તંત્રને જે રિટાયર્ડ અધિકારી કે કર્મચારીને નિવૃત્તિને દિવસે ગ્રેચ્યુઇટી, જૂથવીમા, રજાનું રોકડ રૂપાંતર અને પેન્શન સહિતના લાભો આપવાના રહી ગયા હોય તેની પાછળ રહેલા કારણો શોધીને મોકલવા આદેશ કર્યો છે. ACS દાસે તમામ કલેક્ટરોને લખેલા પત્રથી જિલ્લા કચેરીઓમાં કઇ હદે નવી પેઢીના અધિકારીઓ જેમણે જીવનના 30થી વધુ વર્ષો સરકારી સેવામાં આપ્યા છે તેવા વય નિવૃત્તોને કઇ હદે ઉપેક્ષિત કરી રહ્યા છે, તે ઉજાગર થાય છે.

જાણો અગાઉની કામગીરી:

ગુજરાતના મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચારના સમાચારો પ્રતિદિવસ અખબાર પત્રોની હેડલાઈન બની રહી હતી. તેથી સરકાર અને વિભાગ બંનેની બદનામી થતી હતી. તેથી ભ્રષ્ટાચારને ડામવા માટે સરકારે એક દમદાર અધિકારીને તેનું કામ કાજ સોંપ્યું અને આવતાની સાથે જ તે અધિકારીએ મહેસુલ વિભાગના અધિકારીઓની ઊંઘ હરામ કરી નાખી.

ભ્રષ્ટાચાર અને કામચોરીને દૂર કરવા માટે મનોજ દાસે એક અભિયાન હાથ ધર્યું

મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર અને કામચોરીને દૂર કરવા માટે મનોજ દાસે એક અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાનમાં મહેસુલ વિભાગમાં વર્ષોથી ધૂળ ખાઇ રહેલી ફાઇલોને આગળ ધપાવવાનું કામ કરવાની સાથે-સાથે ભ્રષ્ટાચાર પર પંજો મારવામાં આવ્યો છે. અધિકારીઓને કડક ચેતવણી આપવામાં આવી છે કે, કોઈપણ ફાઈલ ખોટી રીતે અટકાવી જોઇએ નહીં. તો બીજી તરફ આવેદનકર્તાઓને પણ સૂચનો આપવામાં આવ્યા છે કે, કોઈપણ અધિકારી ઘૂસ માગે તો સીધો જ સીએમ ઓફિસ કે ACSનો કોન્ટેક્ટ કરી દેવો. આમ મહેસુલ વિભાગની કાયાપલટ કરવા માટે મનોજ દાસ રાત-દિવસ એક કરી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, જ્યારે રાજ્ય સરકારે અધિક મુખ્ય સચિવ- ACS તરીકે મનોજ દાસને નિયુક્ત કર્યા હતા ત્યારે આવતાની સાથે જ તેમને માત્ર એક જ દિવસમાં 109માંથી 100 Dy.Soને મેમો ફટકારી દેતા મહેસુલ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ફાઇલોનું નિકાલ કેવી રીતે કરાયો?

મનોજ દાસે અધિકારીઓ પાસ રાતોની રાતો ઉજાગરા કરાવ્યા હતા. પાછલા કેટલાક દિવસ અને રાતો સુધી અધિકારીઓ પાસેથી કામ કરવાની સખ્ત સૂચના આપવામાં આવી હતી. આ સૂચનામાં તમામ પેન્ડીંગ પડેલી ફાઇલોનું નિકાલ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન મનોજ દાસે પોતાની આગેવાની હેઠળ જ રાજ્યના તમામ જિલ્લાઓમાં પેન્ડીંગ પડેલી તમામ ફાઇલોને ક્લિયર કરાવી લીધી છે. તે ઉપરાંત ગ્રીનપેનલ ફાઇલોનો નિકાલ કરીને ઘણા સમયથી અટવાયેલા મસમોટા પ્રોજેક્ટોને કાર્યરત કરી દીધા છે. મહેસુલ વિભાગની પાછલા થોડા દિવસની કામગીરીથી આવેદકોમાં ખુશી જોવા મળી રહી છે. સારી બાબત તે છે કે, આટલી ઝડપી કામગીરી થવાના કારણે આવેદનકર્તાઓ અને સરકાર બંનેને ફાયદો થઈ રહ્યો છે.

કામનું ભારણ ઓછું કરવા માટે મનોજ દાસે ઓનલાઈન સિસ્ટમને પણ કાર્યરત કરી

કામનું ભારણ ઓછું કરવા માટે મનોજ દાસે સરકારની ઓનલાઈન સિસ્ટમને પણ કાર્યરત કરી દીધી છે. આમ મનોજ દાસે સામાન્ય લોકોનું કામ કોઇપણ રીતે અટકી ન પડે અને સરકારી કર્મચારીઓને પણ સરળતા રહે તે માટે ઓનલાઈન સિસ્ટમને વ્યવસ્થિત ચાલું કરાવી દીધી છે. ફાઇલોનું ઝડપી નિકાળ થતાં સરકારની તિજોરીમાં પ્રીમિયમ સહિતની રકમ આવી રહી છે, તો આવેદનકર્તાઓ પોતાની કામગીરીના એક સ્ટેપ પૂરો થતાં આગળની કાર્યવાહી કરવા માટે સજ્જ બની ગયા છે. સ્વભાવિક બાબત છે કે, ગ્રીનચેનલ જેવી ફાઈલો આગળ વધતા અનેક મોટા પ્રોજેક્ટોને લીલી ઝંડી મળી ગઈ છે. જેથી રાજ્યમાં રોજગાર વધે તેવા પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે.

Back to top button