ગુજરાતટોપ ન્યૂઝ

ઈ-ધરાના નોંધોનો ઝડપી નિકાલ કરવા રાજ્યના તમામ જીલ્લા કલેકટરોને મહેસુલ વિભાગનો આદેશ

Text To Speech
  • બિનજરૂરી કારણો દર્શાવી નોંધ નામંજુર નહી કરવા ટકોર
  • તાલુકા કક્ષાએ મહેસુલી કર્મચારીઓને તાલીમ આપવા તાકીદ
  • વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો

રાજ્યભરમાં ઈ-ધરા હેઠળની નોંધોનો ઝડપી નિકાલ કરવા માટે તમામ જીલ્લા કલેકટરોને રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવેલ છે. આ અંગે રાજયનાં અધિક મુખ્ય સચીવે રાજ્યના તમામ જીલ્લા કલેકટરોને પરિપત્ર પાઠવી જણાવેલ છે કે જીલ્લા કક્ષાએ સામાન્ય નાગરીકને વિવિધ સેવાઓ મેળવવા માટે મોટાભાગે મહેસુલી કચેરીઓ તેમાં પણ ખાસ કરીને મામલતદાર કચેરી અને મહેસુલી તલાટીનો સંપર્ક કરવો પડે છે.

42 જેટલી નોંધોની સેવા મેળવવા સંપર્ક કરવો પડે

સામાન્ય નાગરીકને જરૂર પડતી મહેસુલી સેવાઓ પૈકી ખાસ કરીને ઈ-ધરા કેન્દ્ર ખાતે વેચાણ, વસીયત, હયાતીમાં હકક દાખલ જેવી અંદાજીત કુલ 42 જેટલી વિવિધ નોંધોની સેવા મેળવવા સંપર્ક કરવો પડે છે. દર મહિને સમગ્ર રાજયમાં અંદાજીત 1.15 લાખથી વધુ નોંધો ઈ-ધરા કેન્દ્રમાં દાખલ થાય છે. અરજદારો દ્વારા જયારે આ સેવાનો બહોળા પ્રમાણમાં લાભ લેવામા આવતો હોય ત્યારે જરૂરી બને છે કે જીલ્લા કક્ષાએ આ કામગીરી સંભાળતુ મહેસુલી વહીવટીતંત્ર અરજદારને ઓછામાં ઓછી મુશ્કેલી પડે બિનજરૂરી હેરાનગતિ ન થાય, નોંધો વ્યાજબી કારણો વગર નામંજુર ન થાય તે બાબતો ધ્યાને રાખીને વધુને વધુ નોંધોનો હકારાત્મક નિકાલ કરી સંતોષકારક સેવા પુરી પાડવા કટીબદ્ધ બને તે જરૂરી છે.

જિલ્લામાં કલેક્ટરોને કરાઈ તાકીદ

જેથી ઈ-ધરા કેન્દ્રો ખાતે મહતમ નોંધોનો હકારાત્મક નિકાલ થાય તે માટે તાલુકા કક્ષાએ આ કામગીરી સંભાળતા મહેસુલી કર્મચારીઓ તાલીમબદ્ધ હોવા જરૂરી છે. આ બાબતે ધ્યાન રાખીને દરેક કલેકટરોને પોતાના જીલ્લામાં વિવિધ કારણોસર નામંજુર થતી નોંધોના કારણોનું વિશ્ર્લેષણ કરીને આગામી બે માસમાં ઈ-ધરાની કામગીરી અંગેની તાલીમનું આયોજન કરવા તાકીદ કરી છે.

Back to top button