ઉત્તર ગુજરાતગુજરાત

ધર્મ અને સંસ્કૃતિની વિરાસત ઉજાગર, દાંતા તાલુકાના મચકોડામાં શિવ મંદિરનું નિર્માણ કરાયું

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાનો સમગ્ર વિસ્તાર પ્રકૃતિના સાનિધ્યમાં અને અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલો છે. આ વિસ્તારમાં કુદરતે છુટા હાથે સૌંદર્ય પાથર્યુ છે. અહીં વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબે સાક્ષાત બિરાજમાન છે. અંબાજી મંદિર દ્વારા ધર્મ, સંસ્કૃતિ અને સમાજસેવાના અનેક કામો કરવામાં આવે છે. અંબાજીથી નજીક મચકોડા ગામ આવેલું છે. અહીં વર્ષો પહેલા મચકોડા, તરંગડા,પીપળી, ગોઠડા અને ધામણવા ગામના ગ્રામજનો શિવલિંગની પૂજા કરતા હતા. જનજાતિ સમાજની પરંપરાઓ જળવાય તથા ધર્મ અને સંસ્કૃતિની વિરાસત વધુને વધુ ઉજાગર કરવા પ્રયત્નો કરવામાં આવેલ છે. દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારના લોકોમાં ધાર્મિક જાગૃતિ અને સંસ્કૃતિનું ઉત્થાન કરવા માટે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલના પ્રયાસો અને જનજાતિ કલ્યાણ આશ્રમ બનાસકાંઠા દ્વારા દાતાઓના સહયોગથી આ સ્થાને નવીન શિવમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

શિવ મંદિર
શિવ મંદિર

મચકોડા ખાતે નવીન નિર્માણ પામેલ શિવમંદિરમાં શિવલિંગની પ્રતિષ્ઠા પૂજન કરી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે ધન્યતાની લાગણી અનુભવી હતી. મચકોડા અને તેની આસપાસના ગામો આ જગ્યા સાથે રીતે ખુબ જ શ્રધ્ધાથી જોડાયેલા છે.

શિવ મંદિરઆ વિસ્તારમાં નવીન મંદિરનું નિર્માણ થતાં અને પવિત્ર શ્રાવણ મહિનામાં પ્રતિષ્ઠા થતાં ગ્રામજનોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

શિવ મંદિર
શિવ મંદિરનું નિર્માણ કરાયું

આ પ્રસંગે દાંતા પ્રાંત અધિકારી સિદ્ધિબેન, દાતાઓ તેમજ જનજાતિ કલ્યાણ આશ્રમ, બનાસકાંઠાના આગેવાનો ઉપસ્થિત રહીને શ્રધાપૂર્વક કાર્યક્રમમાં જોડાયા હતા.

Back to top button