ટ્રેન્ડિંગનેશનલ

છત્તીસગઢમાં શરૂ થઈ રેવડી? સરકાર મહિલાઓને દર મહિને આપશે 1000 રૂપિયા

  • યોજના હેઠળ આજથી અરજીઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું 
  • છેલ્લી તા.20 ફેબ્રુઆરી તો અંતિમ યાદી 21 ફેબ્રુઆરીના રોજ થશે જાહેર

છત્તીસગઢ, 5 ફેબ્રુઆરી: મહતારી વંદના યોજના હેઠળ 5મી ફેબ્રુઆરી એટલે કે આજથી અરજીઓ લેવાનું શરૂ થયું છે. આ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી છે. આ પછી માર્ચમાં પહેલો હપ્તો જાહેર કરવામાં આવશે. યોજના હેઠળ, પાત્ર લાભાર્થી મહિલાઓને રાજ્ય સરકાર તરફથી દર મહિને એક હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે. કલેકટર કોરીયાએ રવિવારના રોજ સંબંધિત અધિકારીઓની બેઠક યોજી યોજનાના સફળ અમલીકરણ માટે લાયકાત ધરાવતા લાભાર્થીઓ આ યોજનાથી વંચિત ન રહી જાય તે માટે સૂચનાઓ આપી હતી. મહતારી વંદના યોજના માટે ઑનલાઇન અને ઑફલાઇન નોંધણી આજથી શરૂ થઈ છે. અરજીઓ મેળવવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી છે. અંતિમ યાદી 21 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. આ પછી 21થી 25 ફેબ્રુઆરી સુધી અંતિમ યાદી પર વાંધો ઉઠાવી શકાશે.

ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર (DBT) દ્વારા પાત્ર મહિલાઓને દર મહિને 1000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. સામાજિક સહાયતા કાર્યક્રમો અને વિવિધ પેન્શન યોજનાઓમાંથી પેન્શન મેળવતી મહિલાઓને પેન્શનની રકમ 1000 રૂપિયા કરતાં ઓછી હોય તો બાકીની રકમ ચૂકવવામાં આવશે. એટલે કે એક મહિનામાં કોઈપણ મહિલાને 1000 રૂપિયાથી વધુની સહાય આપવામાં આવશે નહીં.

પ્રથમ હપ્તો 8 માર્ચે આવશે

મહતારી વંદન યોજના માટે ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશન 5મી ફેબ્રુઆરી એટલે કે આજથી શરૂ થયું છે. 26થી 29 ફેબ્રુઆરી દરમિયાન વાંધાઓનું નિરાકરણ કરવામાં આવશે. અંતિમ યાદી 1 માર્ચના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે અને સ્વીકૃતિ પત્ર 5 માર્ચે જારી કરવામાં આવશે. આ રકમ 8 માર્ચના રોજ પાત્ર મહિલા લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

પાત્રતા માટેની શું શરતો છે ?

  1. માત્ર છત્તીસગઢ રાજ્યના સ્થાનિક રહેવાસીઓને જ લાભ મળશે.
  2. યોજનાનો લાભ મેળવવા માટે પરિણીત હોવું જરૂરી છે.
  3. 1 જાન્યુઆરીએ પરિણીત મહિલાની ઉંમર 21 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
  4. વિધવા, છૂટાછેડા લીધેલી, ત્યગતા મહિલાઓ પણ આ યોજના માટે પાત્ર બનશે.

અરજી માટે જરૂરી દસ્તાવેજો :

  1. બેંક ખાતાની વિગતો અને બેંક પાસબુક
  2. જન્મ પ્રમાણપત્ર સંબંધિત દસ્તાવેજો
  3. સ્વયં પ્રમાણિત પાસપોર્ટ સાઇઝનો ફોટો
  4. સ્થાનિક રહેવાસીના સંબંધમાં રહેઠાણનું પ્રમાણપત્ર
  5. રેશન કાર્ડ અથવા મતદાર ID કાર્ડ
  6. પોતાનું અને પતિનું આધાર કાર્ડ
  7. પોતાનું અને પતિનું પાન કાર્ડ
  8. લગ્ન પ્રમાણપત્ર
  9. વિધવાના કિસ્સામાં પતિનું મૃત્યુ પ્રમાણપત્ર
  10. છૂટાછેડાના કિસ્સામાં છૂટાછેડા સંબંધિત પ્રમાણપત્ર

આ પણ જુઓ: ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતાના ડ્રાફ્ટને મંજૂરી, મંગળવારે વિધાનસભામાં થશે રજૂ

Back to top button