મનોરંજન

Twitter પર વાપસી થતા જ કંગના ફરી આક્રમક મૂડમાં, ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર કાઢી ભડાશ

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત લગભગ દોઢ વર્ષ પછી ટ્વિટર પર પાછી ફરી છે. ત્યારે ફરી એક વાર કંગના આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. અને બોલીવુડ વિરુદ્ધ ફરી એક વાર ટીપ્પણી કરવાની શરુ કરી દીધી છે. ગઈ કાલે જ કંગના ટ્વિટરમાં ફરી છે ત્યારે આજે બોલવુડ ફિલ્મ પઠાણ પણ રિલીઝ થયું છે. ત્યારે કંગનાએ ફરી એક વાર બોલીવુડ પર નિશાન સાંધી ટ્વિટ કર્યું છે.

કંગના રનૌત -humdekhengenews

કંગનાએ બોલીવુડ પર સાંધ્યું નિશાન

ટ્વિટર પર પાછા ફરતા જ કંગનાએ ફરી એકવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર નિશાન સાધ્યું છે. જોકે અભિનેત્રીએ કોઈનું નામ નથી લીધું. કંગનાએ ટ્વીટમાં લખ્યું છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી મૂર્ખ છે. તેનું કહેવું છે કે જ્યાં કળાની સફળતા કથિત રીતે મળેલા પૈસાથી માપવામાં આવે છે તે મૂર્ખતા છે.

જાણો કંગનાએ શું કહ્યું

કંગનાએ ટ્વિટમાં લખ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી એટલી તુચ્છ અને મૂર્ખ છે કે જ્યારે પણ તેઓ કોઈ સર્જન/કળાની સફળતાને રજૂ કરવા માંગે છે ત્યારે તે તમારા ચહેરા પર પૈસાના આંકડા ફેંકે છે જાણે કે કળાનો બીજો કોઈ હેતું જ ના હોય. આ તેમનું નિમ્નકક્ષાનું સ્તર અને તેઓ જે જીવન જીવે છે તે દર્શાવે છે.

કલાકારોએ આવી રીતે દેશની સંસ્કૃતિને ખરાબ ન કરવી જોઈએ : કંગના

કંગનાએ વધું એક ટ્વિટમાં લખ્યું કે પહેલા કળા મંદિરોમાં ખીલતી હતી, પછી સાહિત્ય/થિયેટર અને ત્યારબાદ સિનેમાઘરો સુધી પહોંચી ગઈ. આ એક બિઝનેસ છે પરંતુ અન્ય બિલિયન/ટ્રિલિયન ડોલરોના વ્યવસાયોની જેમ મોટા આર્થિક નફા માટે બનાવવામાં આવી નથી. તેથી કળા/કલાકારોની પૂજા કરવામાં આવે છે ઉદ્યોગપતિઓ કે અબજોપતિઓની નહીં. જો કલાકારો દેશની કળા અને સંસ્કૃતિને પ્રદૂષિત કરવામાં લાગેલા હોય તો પણ તેમણે નિર્લજ્જતાથી ન કરવું જોઈએ.

કલાકારોએ બિઝનેસમેનની જેમ વર્તન ન કરવું જોઈએ : કંગના

વધુમા કંગનાએ કહ્યું કે સિનેમા એક ભવ્ય સામુદાયિક અનુભવ છે. તે લોકોને એકસાથે લાવે છે. કોવિડ બાદ હિન્દી ફિલ્મ ઉદ્યોગ પાછળ રહી ગયો છે અને દરેક તેને આગાળ લાવવા માટે પ્રયાસ કરે છે. અને કળા પાસે ઘણું બધુ છે. આપણે કલાકારોએ બિઝનેસમેનની જેમ બોલવું કે વિચારવું ન જોઈએ. આપણે કળા અને વિદ્યાની પ્રવિત્રતા જાળવવી રાખવી જોઈએ. તેઓ જે પણ કમાણી કરે છે તે લોકોના પ્રેમનું પરિણામ છે . તમે ઈચ્છો તો કોઈ પણ બિઝનેસ વેબસાઈટો પર જઈ તેમના કમાયેલા પૈસા વિશે જાણી શકો છો.

આ પણ વાંચો : WFI વિવાદ : પ્રશ્નોના ઉકેલ માટે તપાસ સમિતિની રચના છતા કુસ્તીબાજો નારાજ, જાણો શું છે કારણ

Back to top button