લોકોને જોબ ઓફર કરતી સાઈટ LinkedIn માં જ શરૂ થઈ છટણી, આટલાં લોકો શોધતાં થયો નોકરી
વિશ્વમાં જાણે વૈશ્વિક મંદી આવશે તેવું લાગી રહ્યું છે. ટૂંક સમયમાં ઘણીબધી ટેક કંપનીઓ દ્વાર છટણી કરી કર્મચારીઓને છુટા કર્યા છે. છેલ્લા ઘણા સમયથી ટેક કંપનીઓ દ્વારા છટણી કરવાનો દોર ચાલુ છે ત્યારે વધુ એક ટેક કંપની છટણી કરી છે. Microsoft ની માલિકીના જોબ પોર્ટલ LinkedIn એ પણ છટણી કરી છે. સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મે કંપનીના ભરતી વિભાગમાં કામ કરતા કર્મચારીઓને નોકરીમાંથી છુટા કર્યા છે.
વિશ્વમાં ટેક સેક્ટરમાં છટણીનો દોર ચાલુ છે ત્યારે આ છટણી કરતી કંપનીઓમાં LinkedInનું નામ પણ ઉમેરાયું છે. ખાસ વાત એ છે કે યુઝર્સ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ નોકરી શોધવા માટે કરે છે પરંતુ હવે આ કંપનીએ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. અહેવાલો અનુસાર, કંપનીએ ભરતી વિભાગમાં કામ કરતા કર્મચારીઓને ઘરભેગા કરી દીધા છે. હાલમાં, તે સ્પષ્ટ નથી કે LinkedIn દ્વારા કરવામાં આવેલી છટણીથી કેટલા લોકોએ નોકરી ગુમાવી છે.
આ પણ વાંચો : TikTok અને Yahooમાં છટણી : TikTok ભારતના બધા જ સ્ટાફ તેમજ Yahoo દ્વારા 20 ટકા સ્ટાફની છટણી
LinkedInએ અમેરિકન ટેક કંપની માઇક્રોસોફ્ટની માલિકીની છે, અને તે એક વિશિષ્ટ સામાજિક નેટવર્ક છે જ્યાં યુઝર્સ નોકરીઓ શોધે છે. ન્યૂઝ વેબસાઈટ ધ ઈન્ફોર્મેશનના રિપોર્ટ અનુસાર, કંપનીના ભરતી વિભાગમાં છટણી કરવામાં આવી છે. લાંબા સમયથી ટેક સેક્ટરમાં છટણીનો દોર ચાલી રહ્યો છે. ટેક કંપનીઓ ખર્ચ ઘટાડવા માટે છટણીનો આશરો લઈ રહી છે. હવે LinkedIn પણ આ લાઈનમાં જોડાઈ ગયું છે.
આ પણ વાંચો : મનોરંજન ક્ષેત્રની આ દિગ્ગજ કંપની પણ કરશે છટણી, 7,000 કર્મચારીઓ થશે બેરોજગાર
617 કર્મચારીઓને છૂટા કરાયા
તાજેતરમાં, માઇક્રોસોફ્ટે વિવિધ વિભાગોમાં છટણીની જાહેરાત કરી છે. કંપનીએ HoloLens, Surface અને Xboxની ટીમ સહિત હાર્ડવેર વિભાગમાં કામ કરતા લોકોને નોકરીમાંથી છુટા કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માઇક્રોસોફ્ટે સિએટલ ઓફિસમાં કામ કરતા 617 કર્મચારીઓને ઘરભેગા કર્યા છે. આનાથી HoloLensના થર્ડ જનરેશન મિક્સ રીયાલીટી હેડસેટના ભાવિ વિશે પ્રશ્નો ઉભા થયા છે.
GitHub માં પણ છટણી
ગયા અઠવાડિયે, માઇક્રોસોફ્ટના સોફ્ટવેરનું સહયોગી પ્લેટફોર્મ GitHub એ કર્મચારીઓની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ કંપનીમાં લગભગ 3,000 કર્મચારીઓ કામ કરે છે. આ સિવાય કંપનીએ નવી ભરતીને રોકવાનો પણ નિર્ણય લીધો છે. કંપનીની હાલત સુધારવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : છટણી…છટણી…છટણીઃ કોરોનાકાળ બાદ ટેક સેક્ટરને કેમ લાગ્યુ ગ્રહણ?
10,000 લોકોની છટણી
જાન્યુઆરીમાં માઈક્રોસોફ્ટે 10,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાનું કહ્યું હતું. આ છટણી સમગ્ર વિશ્વમાં કાર્યરત કંપનીના 5 ટકા કર્મચારીઓને અસર કરશે. ટેક ફર્મના જણાવ્યા અનુસાર, ઓછી કમાણી અને વધુ થતા ખર્ચને ઘટાડવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે તે સ્ટ્રેટેજી ક્ષેત્રે રોકાણ કરવાનું ચાલુ રાખશે, જેમાં મૂડી અને પ્રતિભા બંનેનો સમાવેશ થાય છે.