શું હવે સરકારી કર્મચારીઓ સરકારની ટીકા કરી શકશે નહીં? સરકારે સર્વિસ નિયમોમાં કર્યા ફેરફાર
નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકાર દ્વારા અખિલ ભારતીય સેવા નિયમોમાં કરાયેલા ફેરફારો અંગે ચિંતા વ્યક્ત કરતું નિવેદન 94 ભૂતપૂર્વ સનદી કર્મચારીઓના જૂથે જાહેર કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિયમોથી સરકારી કર્મચારીઓ માટે રાષ્ટ્રીય મહત્વની બાબતો પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનું અશક્ય બની જશે. જો તેઓ તેનું પાલન ન કરે તો તેમનું પેન્શન રદ થઈ શકે છે.
બંધારણીય આચાર જૂથ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં ભૂતપૂર્વ સનદી અધિકારીઓએ કહ્યું છે કે સૂચિત ફેરફારો ‘બંધારણની કલમ 51A’નું ઉલ્લંઘન કરશે જે તમામ નાગરિકોને ‘રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામને પ્રેરિત કરનારા ઉમદા આદર્શોને વળગી રહેવા અને તેનું પાલન કરવા’ માટે બાધ્ય કરે છે. સત્તામાં રહેલી સરકારની ટીકા કરવાનો અધિકાર આ આદર્શોનો એક ભાગ છે અને તેને ‘દુરાચાર’ કહી શકાય નહીં.
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, દુરાચાર માટે નિર્ધારિત ગંભીર સજાને ધ્યાનમાં રાખીને એક વિસ્તૃત વ્યાખ્યા કેન્દ્ર સરકાર માટે કાયદાકીય રીતે ફરજિયાત છે. આને ઇરાદાપૂર્વક અસ્પષ્ટ, ભ્રામક અને અનિશ્ચિત રાખીને કેન્દ્ર સરકારે કોઈપણ પેન્શનરને હેરાન કરવાનું નક્કી કર્યું છે. અધિકારીઓનું કામ પછી ભલે તે લેખના રૂપમાં હોય, કોઈ વિરોધ અથવા સેમિનારની ભાગીદારી અથવા કોઈ પણ રીતની ટીકા, જે સરકારને પસંદ નથી. સરકારે અધિકારીઓને પોતાની અસિમિત શક્તિઓ હેઠળ આવરી લેવા માટે નવો નિયમ બનાવી દીધો છે. સરકાર વિરૂદ્ધ બોલવું કે તેમના વિરોધીઓના કાર્યક્રમમાં જવું પણ અધિકારીઓ માટે અઘરૂ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો-મણિપુરમાં હિંસા યથાવત: બે જૂથો વચ્ચે ફાયરિંગ; એકનું મોત 4 ઘાયલ
નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT) એ અખિલ ભારતીય સેવાઓ (મૃત્યુ-કમ-નિવૃત્તિ લાભો) સુધારા નિયમો 2023 સંબંધિત સૂચના જારી કરી હતી.
ફાઇનાન્શિયલ એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે સુધારેલા નિયમ 3 (1)માં કહેવામાં આવ્યું છે કે નિવૃત્તિ પછી અખિલ ભારતીય સેવા અધિકારીઓનું વર્તન હંમેશા સારું હોવું જોઈએ, તો જ તેમને પેન્શન મળશે. જો નિવૃત્તિ પછી પેન્શનર ગંભીર ગુના માટે દોષિત ઠરે અથવા ગંભીર ગેરવર્તણૂક માટે દોષિત ઠરે તો અથવા કેન્દ્ર સરકાર સંબંધિત રાજ્ય સરકારના નિર્દેશ પર અથવા તેનું પેન્શન અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં કે પરત લેવામાં આવી શકે છે.
સુધારેલા નિયમોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભૂતપૂર્વ સૈનિકો, જો તેઓ ગુપ્તચર સુરક્ષા સંબંધિત સેવાઓ સાથે સંકળાયેલા હોય, તો નિવૃત્તિ પછી તેમના કાર્ય ક્ષેત્રને લગતી કોઈપણ સામગ્રીને આવા સંગઠનોના વડાની પૂર્વ મંજૂરી વિના પ્રકાશિત કરવા પર પ્રતિબંધ છે.
આ પણ વાંચો: છેલ્લા પાંચ વર્ષમાં IIT વિદ્યાર્થીઓ દ્વારા સૌથી વધુ આત્મહત્યા સહિત મહત્વપૂર્ણ શોર્ટ ન્યૂઝ
ભૂતપૂર્વ અમલદારોનો સંપૂર્ણ પત્ર અને સહી કરનારાઓના નામ નીચેની લિંક પર વાંચી શકાય છે.