સતત બીજા મહિને રિટેલ મોંઘવારી દરમાં ઉછાળો આવ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી દર વધીને 7.41 ટકા થયો છે. રિટેલ ફુગાવો ઓગસ્ટમાં 7 ટકા અને જુલાઈમાં 6.71 ટકા હતો. એક વર્ષ પહેલા સપ્ટેમ્બર 2021માં રિટેલ ફુગાવાનો દર 4.35 ટકા હતો. ખાદ્ય ચીજવસ્તુઓના મોંઘવારી દરમાં પણ ઉછાળો આવ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં ખાદ્ય મોંઘવારી દર 8.60 ટકા પર પહોંચી ગયો છે જે ઓગસ્ટમાં 7.62 ટકા હતો. સપ્ટેમ્બર મહિનામાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ખાદ્યપદાર્થોના ફુગાવામાં ઉછાળો આવ્યો છે.
ખાદ્ય મોંઘવારીમાં મોટો ઉછાળો
સપ્ટેમ્બર મહિનામાં ખાદ્ય મોંઘવારી દરમાં ફરી એકવાર વધારો થયો છે. ખાદ્ય ફુગાવો 8.60 ટકા પર પહોંચી ગયો છે જે ઓગસ્ટમાં 7.62 ટકા હતો. જ્યારે ખાદ્ય ફુગાવો જુલાઈમાં 6.75 ટકા અને જૂનમાં 7.75 ટકા હતો. શાકભાજીના ભાવમાં ભારે ઉછાળાને કારણે સપ્ટેમ્બર મહિનામાં શાકભાજીનો મોંઘવારી દર ઓગસ્ટ 2022માં 13.23 ટકાની સરખામણીએ 18.05 ટકા રહ્યો છે.
સપ્ટેમ્બર મહિનામાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં છૂટક ફુગાવામાં જોરદાર ઉછાળો આવ્યો છે. શહેરી વિસ્તારોમાં છૂટક ફુગાવો ઓગસ્ટમાં 6.72 ટકાની સરખામણીએ 7.27 ટકા હતો, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં છૂટક ફુગાવો ઓગસ્ટમાં 7.15 ટકાની સામે 7.56 ટકા હતો. શહેરી વિસ્તારોમાં ખાદ્ય ફુગાવો ઓગસ્ટમાં 7.55 ટકાની સામે 8.65 ટકા રહ્યો છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો 8.53 ટકા રહ્યો છે જે ઓગસ્ટમાં 7.60 ટકા હતો.
EMIમાં થશે વધારો !
છૂટક ફુગાવો ફરીથી 7 ટકાથી ઉપર ગયો છે, જે RBIના 6 ટકાના સ્તર કરતા વધારે છે. મોંઘવારીને કારણે RBIએ 5 મહિનામાં રેપો રેટમાં 1.90 ટકાનો વધારો કર્યો છે, જેના કારણે લોકો વધુ EMI ભરવા માટે મજબૂર બન્યા છે. છૂટક મોંઘવારી વધ્યા બાદ સામાન્ય લોકોને મોંઘા EMIમાંથી રાહત મળશે કે કેમ તે ડર દૂર થયો છે.