વાહ શું વાત છે, દેશમાં મોંઘવારી દર ઘટ્યો ને ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું

નવી દિલ્હી, તા. 12 માર્ચ, 2025: દેશ માટે સારા સમાચાર છે. મોંઘવારી દર ઘટ્યો છે અને ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું છે. ફેબ્રુઆરીમાં છૂટક ફુગાવાનો દર ઘટીને 3.61 ટકા થયો છે. ઉત્પાદન ક્ષેત્રના સારા પ્રદર્શનને કારણે આ વર્ષે જાન્યુઆરીમાં દેશના ઔદ્યોગિક ઉત્પાદન (IIP) માં પાંચ ટકાનો વધારો થયો છે. જાન્યુઆરી 2024 માં ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકના સંદર્ભમાં માપવામાં આવતા ઔદ્યોગિક ઉત્પાદનમાં 4.2 ટકાનો વધારો થયો હતો. આમ ભારતને બે બાજુથી સારા સમાચાર મળ્યા હતા.
છૂટક ફુગાવાના દરમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ શાકભાજી અને પ્રોટીનયુક્ત વસ્તુઓના ભાવમાં વધારાનો દર ઘટવો છે. આનાથી ભારતીય રિઝર્વ બેંક માટે આવતા મહિને બીજી વખત વ્યાજ દરમાં ઘટાડો કરવાનો અવકાશ સર્જાયો છે. ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત છૂટક ફુગાવો જાન્યુઆરીમાં 4.26 ટકા અને ફેબ્રુઆરી 2024માં 5.09 ટકા હતો. NSO દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ ફેબ્રુઆરીર 2025 માટે વાર્ષિક ધોરણે ફુગાવાનો દર 3.75 ટકા હતો.
તેમાં કહેવામાં આવ્યું છે કે, જાન્યુઆરી 2025 ની સરખામણીમાં ફેબ્રુઆરી 2025 માં ખાદ્ય ફુગાવામાં 222 બેસિસ પોઈન્ટનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી 2025 માં ખાદ્ય ફુગાવો મે 2023 પછીનો સૌથી ઓછો છે. સીએસઓએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી દરમિયાન કોર ફુગાવા અને ખાદ્ય ફુગાવામાં નોંધપાત્ર ઘટાડો મુખ્યત્વે શાકભાજી, ઇંડા, માંસ અને માછલી, કઠોળ અને ઉત્પાદનોમાં ફુગાવાને કારણે થયો હતો.
Retail inflation slips to 3.61 pc in February from 4.26 pc in January: Govt data
— Press Trust of India (@PTI_News) March 12, 2025
RBI વ્યાજ દરમાં કરી શકે છે ઘટાડો
રિઝર્વ બેંકને છૂટક ફુગાવો 4 ટકા પર જાળવવાની જવાબદારી સોંપવામાં આવી છે. ફુગાવાના મોરચે ચિંતાઓને હળવી કરવા માટે RBI એ ગયા મહિને ટૂંકા ગાળાના ધિરાણ દર (રેપો)માં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. કેન્દ્રીય બેંક 9 એપ્રિલના રોજ તેની આગામી દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરશે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા આવતા મહિને બીજી વખત વ્યાજ દરમાં ઘટાડો કરવાની શક્યતા છે.
બુધવારે જાહેર કરાયેલા સત્તાવાર ડેટા અનુસાર, સરકારે ડિસેમ્બર 2024 માં 3.2 ટકા વૃદ્ધિના કામચલાઉ અંદાજમાં સુધારો કર્યો છે. તે હવે સુધારીને 3.5 ટકા કરવામાં આવ્યો છે. NSO ના આંકડા અનુસાર, જાન્યુઆરી 2025 માં ઉત્પાદન ક્ષેત્રનું ઉત્પાદન 5.5 ટકા વધ્યું હતું, જે એક વર્ષ પહેલાના સમાન મહિનામાં 3.6 ટકા હતું.
ખાણકામ ઉત્પાદનમાં વૃદ્ધિ ઘટીને4.4 ટકા થઈ હતી જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં 6 ટકા હતી. જાન્યુઆરી 2025 માં વીજળી ઉત્પાદનમાં વૃદ્ધિ ઘટીને 2.4 ટકા થઈ, જે એક વર્ષ પહેલાના સમાન મહિનામાં 5.6 ટકા હતી. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 10 મહિના (એપ્રિલ-જાન્યુઆરી) દરમિયાન, IIP માં વૃદ્ધિ દર ઘટીને 4.2 ટકા થયો, જે એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં 6 ટકા હતો.
આ પણ વાંચોઃ સુરતમાં ડીજે પર ડાંસ કરવાને લઈ વિવાદમાં યુવકની કરપીણ હત્યા