યુનિયન પબ્લીક સર્વિસ કમીશન (યુપીએસસી) દ્વારા 2021માં લેવાયેલી સિવિલ સર્વિસિસની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના SPIPA ના 6 વિદ્યાર્થીઓએ દેશમાં પોતાના નામનો ડંકો વગાડ્યો છે. આ પરિણામમાં 685 ઉમેદવરોએ મેદાન માર્યું છે. જે આગામી સમયમાં દેશની મહત્વની ગણાતી આઈએએસ, આઈપીએસ સહિતની કેડરમાં સેવા આપવા માટે પસંદગી પામશે. કરોડો યુવાઓના સપના સમાન અને સૌથી વધુ હાર્ડ ગણાતી આ પરીક્ષાના પરિણામમાં ટોપ 10 માં પાંચ ગર્લ સ્ટુડન્ટસોએ બાજી મારી છે.
UPSC દ્વારા ગત વર્ષે લેવાયેલી પરીક્ષાનું પરિણામ પોતાની વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિણામમાં ગુજરાતના spipa સંસ્થાના 6 વિદ્યાર્થીઓએ પણ સફળતાનો સ્વાદ ચાખ્યો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળતી માહિતી મુજબ 332માં રેન્ક પર અમદાવાદના બારોટ હિરેન જીતેન્દ્રભાઈએ સફળતા મેળવી છે. જ્યારે 341માં રેન્ક પર જયવીર ભરતદાન ગઢવી તથા 483માં રેન્ક પર જ્ઞાનેન્દ્ર સિંહ પ્રભાત, 601માં રેન્ક પર અકશેષ મહેન્દ્ર એન્જિનિયેર, 653માં રેન્ક પર કાર્તિકેય કુમાર અને 665માં રેન્ક પર અગિયા પ્રણવકુમાર ગોવિંદભાઈએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.