ખાવડા-ધર્મશાળા રોડ પરના જુના રૂદ્રમાતા બ્રીજ ઉપર ૨૨મી સુધી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ
કચ્છ 17 જાન્યુઆરી, 2024: ભુજ ખાવડા-ધર્મશાળા રોડ પર હયાત 60 વર્ષ જૂના રૂદ્રમાતા બ્રિજ પર દરરોજ 600થી વધુ મીઠાના ઓવર લોડ વાહનો પસાર થતા ભુજથી ખાવડા તરફ જતાં બ્રીજના સ્પાન-2માં જમણી બાજુના ગર્ડરમાં ઉભી તિરાડ પડી છે. જેના કારણે કોઈ મોટી દુર્ઘટના અને જાનહાની ન થાય અને બ્રીજ પર ભારે વાહનોની અવર જવ૨ સંપૂર્ણ બંધ કરવા કાર્યપાલક ઇજનેર દ્વારા નાના વાહનો. પેસેન્જર બસ અને ઈમરજન્સી મેડીકલ સર્વિસ સિવાયનાભારેવાહન માટે 22 જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવેલ છે.
રીપેરીંગ કામ માટે બંધ કરાયો પુલ
પુલના રીપેરીંગ કામ માટેના ટેન્ડરની સરકારમાંથી મંજૂરી મળતા આ પુલને રીપેર કરવા અંગેની કાર્યવાહી હાથ ધરેલ છે. રીપેરીંગ કામ પૂર્ણ કર્યા બાદ ભારે વાહનો માટે આ પુલ ચાલુ કરવા લોડ ટેસ્ટીંગ કર્યા બાદ રોડ સેફટીની દ્વષ્ટીએ કાર્યપાલક ઈજનેર ગાંધીધામ દ્વારા તા.16/01/2024 વાળા પત્રથી બહોળા જાહેરહિતમાં અને ટ્રાફીકના જાનમાલની સલામતીની દ્વષ્ટીએ આ પુલ ઉપરથી દ્વીચકી,પેસેન્જર કાર, નાની/મોટી એમ બંને પ્રકારની પેસેન્જર બસ અને ઈમરજન્સી મેડીકલ સર્વીસ સિવાયના ભારે ભારે/અતિભારે વાહન વ્યવહાર 22 જાન્યુઆરી સુધી બંધ કરવા દરખાસ્ત કરવામાં આવેલ છે.
વાહનોને ડાયવર્ટ કરવા હુકમો જારી કરાયા
કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ, ભુજ-કચ્છની તા. 21/08/2023 થી થયેલ દરખાસ્ત મુજબ રસ્તાની ચે.કિ.મિ.11/200 પર આવેલ મેશનરી બ્રીજના ફાઉન્ડેશનનું ધોવાણ થયેલ હોઈ જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ- 341 ભુજ-ખાવડા-ધર્મશાળા રોડ પર હયાત જુનો રૂદ્રમાતા મેજર બ્રીજ પર દ્વીચકી,પેસેન્જર કાર, નાની/મોટી એમ બંને પ્રકાર ની પેસેન્જર બસ અને ઇમરજન્સી મેડીકલ સર્વીસ સિવાયના ભારે/ અતિભારે વાહનોની અવર જવર માટે 22 જાન્યુઆરી સુધી સંપૂર્ણ બંધ કરી તેની અવેજીમાં નીચે મુજબના રસ્તાઓ પર વાહનોને ડાયવર્ટ કરવા હુકમો જારી કરાયા છે
નીચે મુજબના રસ્તાઓ પર વાહનોને ડાયવર્ટ કરવા જારી કરાયા
આ હુકમ અન્વયે વૈકલ્પિક રસ્તાથી ભારે/અતિભારે વાહનો ભુજથી નાગોર-રાયઘણ૫૨-વ૨નોરા નાના, ઝીકડી-લોડાઇ-ધ્રંગ-કુનરીયા જંકશન વાળા સ્ટેટ હાઇવે ઉપરથી થઇ આવ-જા કરી શકશે. ભુજથી નખત્રાણા-નિરોણા-લોરીયા વાળા રસ્તા પરથી આવ-જા કરી શકશે.
આ પણ વાંચો : વોટ્સએપ ગૃપમાં અમદાવાદમાં પત્થરમારો થયો હોવાની અફવા ફેલાવનાર ત્રણ શખ્સોની ધરપકડ