કચ્છના જુના રૂદ્રમાતા બ્રિજ ઉપર 31મી સુધી ભારે તેમજ અતિભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ
કચ્છ 23 જાન્યુઆરી: કચ્છ જીલ્લા મધ્યેના રાષ્ટ્રીય ઘોરીમાર્ગ-341 ભુજ ખાવડા-ધર્મશાળા રોડ પર હયાત રૂદ્રમાતા બ્રિજ પર ભુજથી ખાવડા તરફ જતાં બ્રિજના સ્પાન-2માં જમણી બાજુના ગર્ડરમાં (ઉભી) તિરાડ પડી છે. આ દરમ્યાન કોઈ મોટી દુર્ઘટના અને જાનહાનિ ન થાય અને બ્રિજ પર ભારે વાહનોની અવર જવ૨ સંપૂર્ણ બંધ કરવા કાર્યપાલક ઇજનેર દ્વારા નાના વાહનો. પેસેન્જર બસ અને ઈમરજન્સી મેડિકલ સર્વિસ સિવાયના ભારે વાહન માટે 22 જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવ્યો હતો. જેમાં આ પુલના રીપેરિંગ માટે ઈજારદારની નિમણૂક કરી રીપેરિંગની તમામ કામગીરી તા.15.12.2023 ના પૂર્ણ થઇ હતી.
હાલ 50 ટન સુધીની ક્ષમતા વાળા વાહનોને આ પુલ ઉપરથી પસાર કરી શકાશે
પુલમાં તિરાડ પડી હોવાથી ટેસ્ટીંગની કામગીરી માટે તા.17/01/2024 થી તા.22/01/2024 સુધી રાત્રે 11:00 કલાકથી સવારે 6:00 કલાક સુધી ભારે/અતિભારે વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ ક૨વામાં આવ્યો હતો. આ દરમ્યાન પત્રથી થયેલ દરખાસ્ત મુજબ પુલ રીપેરિંગ કામગીરી પૂર્ણ થયા બાદ હાથ ધરાયેલ લોડ ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલુમાં છે તથા હાલમાં 50 ટન સુધીના પ્રાપ્ત પ્રાથમિક પરિણામોને આધાર લોડ ટેસ્ટિંગ એજન્સીના અભિપ્રાય મુજબ હંગામી ધોરણે 50 ટન સુધીની ક્ષમતા વાળા વાહનો આ પુલ ઉપરથી પસાર કરી શકાશે. તેમ હોઇ બાકી લોડ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ કરવા જાહેરનામાની અવધી વધારવી આવશ્યક છે.
ભારે/અતિભારે વાહનો માટે 31/01/2024 સુધી બંધ રહેશે.
આ પુલની રીપેરિંગ કામ પૂર્ણ કર્યા બાદ ભારે વાહનો માટે આ પુલ ચાલુ કરવા લોડ ટેસ્ટિંગની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ ક૨વીએ રોડ સેફટીની દ્રષ્ટીએ અને ટ્રાફિકના જાનમાલની સલામતીની દ્રષ્ટીએ આ પુલ ઉપરથી હંગામી ધો૨ણે 50 ટન સુધીની ક્ષમતા વાળા વાહનોને પરવાનગી આપવા તથા તે સિવાયના ભારે/અતિભારે વાહનો માટે તા.31/01/2024 સુધી બંઘ ક૨વા થયેલ દરખાસ્ત મુજબ સંપૂર્ણ બંધ કરી વૈકલ્પિક માર્ગો ૫૨ વાહનોને ડાયવર્ટ ક૨વા આવ્યા છે.
એક સમયે એક સ્પાન ઉપ૨થી ફકત એક જ વાહન પસાર ક૨વાના રહેશે
આ હુકમને ધ્યાનમાં રાખીને તા.22/01/2024 થી તા.31/01/2024 સુધી પુલ ઉપરથી પરવાનગી પાત્ર વાહનોમાં 50 ટન સુધીના દ્વિચક્રી, પેસેન્જર કા૨, નાની – મોટી બસ, ઈમરજન્સી સરકારી વાહન મુકિત પાત્ર મહત્તમ એક્ષલના નં.2 અને 4 ચાર એક્ષલવાળા સિંગલ તથા ડબલ બોડીવાળા તમામ વાહનોને બ્રિજ ઉપરથી એક સમયે એક સ્પાન ઉપ૨થી ફકત એક જ વાહન પસાર ક૨વાના રહેશે.
નીચે મુજબના ૨સ્તાઓ ૫૨ વાહનોને ડાયવર્ટ ક૨વા આવ્યા છે.
આ પુલ ભારે/અતિભારે વાહનો માટેના અન્ય વૈકલ્પિક રસ્તામાં ભુજથી નાગોર-રાયધણ૫૨-વ૨નોરા નાના-ઝીકડી-લોડાઈ-ધ્રંગ-કુનરીયા જંકશન વાળા સ્ટેટ હાઇવે ઉપરથી ભારે/અતિ ભારે વાહનો સહિત તમામ વાહનો આવ-જા કરી શકશે. ભુજથી નખત્રાણા-નિરોણા-લોરીયા વાળા રસ્તા પરથી ભારે/અતિભારે વાહનો સિવાયના તમામ વાહનો આવ-જા કરી શકશે તેમજ ભુજ-નખત્રાણા-હાજીપીર-ખાવડા માર્ગ તમામ વાહનો આવ-જા- કરી શકશે.
આ પણ વાંચો : મોરબી: સુરક્ષાના હેતુથી નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી