ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુરની તિરુપતિ રાજનગર સોસાયટીનો સ્મૃતિવનનો સંકલ્પ, આઠ હજાર ફૂટના પ્લોટમાં સ્મૃતિ વન બનાવવામાં આવશે

Text To Speech
  • હયાત ૫૦૦૦ થી વધુ વૃક્ષો સાથે વધુ ૧૫૦૦ વૃક્ષો વાવવામાં આવશે

બનાસકાંઠા 7 જુલાઈ 2024 :  પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અને જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલના હસ્તે શહેરની તિરુપતિ રાજનગર સોસાયટીમાં વૃક્ષા રોપણ દ્વારા સ્મૃતિવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અને જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલે સોસાયટીના રહીશોની વૃક્ષો પ્રત્યેની ભાવના અને પર્યાવરણ જાળવણીના અભિગમને બિરદાવી અન્ય લોકોને વૃક્ષો વાવવાની અને વૃક્ષોના મહત્વની પ્રેરણા મળશે એમ જણાવ્યું હતું.

પાલનપુરના સૌથી પોશ વિસ્તાર ન્યુ પાલનપુરમાં આવેલી તિરુપતિ રાજનગર સોસાયટી દ્વારા બનાવવામાં આવેલ સ્મૃતિ વન અને સોસાયટીના વૃક્ષો પ્રત્યેના અદભુત અભિગમને લોકો બિરદાવી રહ્યા છે. ઉત્તર ગુજરાતની સૌથી મોટી સોસાયટી પૈકીની એક તિરુપતિ રાજનગર સોસાયટીમાં હાલ હયાત ૫૦૦૦ થી વધુ વૃક્ષો સાથે સૌથી હરિયાળી સોસાયટી છે. તેમજ વધુ ૧૫૦૦ વૃક્ષો વાવીને આખા વિસ્તારને ગ્રીન કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ અંગે સોસાયટીના પ્રમુખ મનોજભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે વૃક્ષોનું શું મહત્વ છે એ અમને વહેલા ખબર પડી હોવાથી અહીંયા બધા દેશી કુળ ના વૃક્ષો વાવવામાં આવશે, જેના પર પક્ષીઓ આશ્રય લઈ શકે.આ સ્મૃતિવનમાં ઉંબરો, પીપળ, બોરસલી, ગુંદા, લીમડો વગેરે અલગ અલગ ૧૫૦૦ વૃક્ષો વાવી અને ઉછેરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સોસાયટીના તમામ લોકો જાતે શ્રમદાન થકી આ વૃક્ષો ઉગાડવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : પાલનપુરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા યોજાઈ

Back to top button