ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં પોલીસ અધિકારીઓના રાજીનામાં, DySP રૂહી પાયલાએ પદ છોડ્યું

Text To Speech
  • જુનાગઢના એસપી હર્ષદ મહેતાએ રાજીનામું આપી દીધું
  • અભય ચુડાસમાએ અચાનક રાજીનામું આપ્યું
  • રૂહી પાયલાએ છ મહિના અગાઉ રાજીનામું આપ્યું હતું

ગુજરાત રાજ્યમાં એક તરફ 11 હજાર જગ્યાઓ માટે લાખો યુવાનો યુવતીઓ ભરતી થવા તનતોડ મહેનત કરી રહ્યા છે અને બીજી બાજુ સિનિયર પોલીસ અધિકારીઓના ધડાધડ રાજીનામાં પડી રહ્યા છે. માત્ર 2 મહિનામાં રાજ્યના 3 પોલીસ અધિકારીઓએ સરકારને પોતાના રાજીનામાં ધરી દીધા છે.

આધ્યાત્મિક જીવન જીવવા માંગતા હોય જેથી રાજુનામુ આપ્યું

જેમાં, 6ઠ્ઠી જાન્યુઆરી, 2025ના રોજ જુનાગઢના એસપી હર્ષદ મહેતાએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું જેના કારણે પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, તેઓની ઉંમર 50 વર્ષ થાય ત્યારે રાજીનામું આપવાનું નક્કી કર્યું હતું અને પરિવારને સમય આપશે અને આધ્યાત્મિક જીવન જીવવા માંગતા હોય જેથી રાજુનામુ આપ્યું હતું.

અભય ચુડાસમાએ અચાનક રાજીનામું આપ્યું

4 ફેબ્રુઆરી, 2025ના રોજ જ્યારે આ ઉપરાંત અભય ચુડાસમાએ અચાનક રાજીનામું આપ્યું છે, જેનાથી ગુજરાત પોલીસમાં ભારે ચકચાર મચી હતી, તેઓએ રાજ્યના પોલીસવડાને પોતાનું રાજીનામું આપ્યું હતું. અભય ચુડાસમા 1998 બેચના IPS અધિકારી છે અને હાલ એડિશનલ ડીજીપી તરીકે ફરજ પર છે.

સમાજની સેવા કરવાનો સિલસિલો કાયમ રાખવાની વાત પણ કરી

વર્ષ 2017માં પાલનપુરના કાણોદરની રૂહી પાયલાની DYSP તરીકે GPSC દ્વારા પસંદગી થઈ હતી. ઉલ્લેખનીય છે કે રૂહી પાયલાએ છ મહિના અગાઉ રાજીનામું આપ્યું હતું. જોકે સરકારે હવે 25મી ફેબ્રુઆરી, 2025ના રોજ રાજીનામાનો સ્વિકાર કર્યો છે. ગાંધીનગર પોલીસ ભવન ખાતે પોસ્ટેડ રૂહી પાયલાએ રાજીનામું આપી પોલીસ વિભાગ અને સરકારનો આભાર માન્યો હતો અને સમાજની સેવા કરવાનો સિલસિલો કાયમ રાખવાની વાત પણ કરી હતી.

આ પણ વાંચો: સુરત: શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી

Back to top button