ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત પ્રદેશ ભાજપના દિગ્ગજ નેતા પંકજ ચૌધરીનું રાજીનામું કે હકાલપટ્ટી?

Text To Speech
  • લોકસભાની ચૂંટણી આવે એ પહેલાં વધુ એક નેતાનું રાજીનામું, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી પંકજ ચૌધરીએ આપ્યું રાજીનામું…

ગુજરાત રાજકારણ: ગુજરામાં લોકસભાની ચૂંટણી પહેલા અનેક પાર્ટીઓમાં નાના-મોટા બદલાવો થઈ રહ્યા છે. એવામાં ભારતીય જનતા પાર્ટીમાંથી પણ આજે એક મોટા નેતાનું રાજીનામું પડી ગયું છે. એક બાદ એક આંતરિખ વિખવાદની વચ્ચે મોટા નેતાનું અચાનક રાજીનામું પડતા મોટો ખળભળાટ મચી ગયો છે. ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી પંકજ ચૌધરીએ રાજીનામું આપ્યું છે. અચાનક પંકજ ચૌધરીના રાજીનામાંથી અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે.

આ પહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પદેથી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધુ હતુ, આ પછી પંકજ ચૌધરીના રાજીનામાએ અનેક સવાલો ઉભા કર્યા છે. ચર્ચાઈ રહ્યું છે કે આ રાજીનામું પણ પ્રદીપસિંહ વાઘેલા જોડેથી લેવામાં આવ્યું તેજ રીતે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી પંકજ ચૌધરીનું પણ રાજીનામું લેવામાં આવ્યું છે. તો બીજી બાજુ એ પણ ચર્ચાઈ રહ્યું છે કે તેઓ પોતાના ધંધાર્થે વિદેશમાં વધારે સમય રહેતા હોવાથી પાર્ટીમાં સમય આપી શકતા નહોતા. આમ, પંકજ ચૌધરીએ સમયના અભાવે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે રાજીનામાં મામલે હજુ સુધી તેમની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

પંકજ ચૌધરી કયાંના વતની?

ગુજરાત ભાજપના મંત્રી પંકજ ચૌધરી મહેસાણાના વતની છે, તેઓ ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા પરંતુ હવે તેમણે આ પદેથી રાજીનામું આપી દિધું છે. રાજીનામું આપ્યા બાદ એ ચર્ચાએ જોર પકડ્યુ છે કે આ રાજીનામું આપ્યું કે લેવામાં આવ્યું છે? અગાઉ સુરતમાં પત્રિકા કાંડ સામે આવ્યા બાદ મોટો વિવાદ થયો હતો અને આ મામલે પ્રદીપસિંહ વાઘેલાએ પણ રાજીનામું આપી દીધું હતું.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આવતી કાલથી શરૂ થશે, જાણો કેવી હશે પેપરલેસ સેવાઓ

Back to top button