ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રના Dy CM દેવેન્દ્ર ફડણવીસનું રાજીનામું નામંજૂર: અમિત શાહ આપ્યો આ આદેશ, જાણો

  • લોકસભા ચૂંટણી 2024માં ભાજપ, શિવસેના(શિંદે) અને NCP(અજીત)ના ગઠબંધન મહાવિકાસ આઘાડીને 17 બેઠકો મળી 

નવી દિલ્હી, 8 જૂન: મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં NDAના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને તે અંગે તેઓ અડગ હતા, પરંતુ તેઓ આ નિર્ણય પર અડગ હોવાના અહેવાલો વચ્ચે ગૃહપ્રધાન અમિત શાહે વાત કરી હતી અને હવે અમિત શાહે તેમનું રાજીનામું ફગાવી દીધું છે અને આદેશ આપ્યો છે કે, કામ કરતાં રહો. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફડણવીસ, શિવસેનાના એકનાથ શિંદે જૂથ અને અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે મહારાષ્ટ્ર સરકારનો ભાગ છે. ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં શિવસેના અને ભાજપે રાજ્યમાં 48માંથી 41 બેઠકો જીતી હતી, પરંતુ મહારાષ્ટ્રમાં મહાયુતિ નામનું નવું ગઠબંધન આ વખતે માત્ર 17 બેઠકો જ મેળવી શક્યું છે.

મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની શાનદાર જીત

કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ની બનેલી મહાવિકાસ આઘાડીએ આ લોકસભા ચૂંટણીમાં 30 બેઠકો જીતીને બાજી મારી છે. જે બાદ ફડણવીસે મતગણતરીનાં એક દિવસ બાદ જ બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી હતી અને ત્યારથી ભાજપના અનેક નેતાઓએ તેમની સાથે વાત કરી છે.

અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસને શું આદેશ આપ્યો?

શુક્રવારે NDAની બેઠક પછી, ભાજપના નેતાએ રાજ્યમાં ગઠબંધનના પ્રદર્શન પર ચર્ચા કરવા માટે સાથી નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે બેઠક યોજી હતી. અહેવાલોમાં સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાનો વિષય પણ બહાર આવ્યો. ત્યારબાદ નાયબ મુખ્ય પ્રધાન ગૃહપ્રધાન અમિત શાહને તેમના નિવાસસ્થાને મળ્યા, જ્યાં ગૃહપ્રધાને તેમને મહારાષ્ટ્ર સરકાર માટે કામ કરવાનું ચાલુ રાખવા અને રાજ્યમાં ભાજપને પુનર્જીવિત કરવાની યોજના તૈયાર કરવા કહ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે, મહારાષ્ટ્રમાં આ વર્ષે ઓક્ટોબરની આસપાસ વિધાનસભા ચૂંટણી યોજાવાની શક્યતા છે.

અમિત શાહે ફડણવીસને કહ્યું કે, “જો તમે રાજીનામું આપો છો તો તેનાથી ભાજપના કાર્યકર્તાઓના મનોબળને અસર થશે. તેથી હવે રાજીનામું ના આપો.” અમિત શાહે તેમને એમ પણ કહ્યું હતું કે, તેઓ રવિવારે સાંજે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા પછી રાજીનામા અંગે વિગતવાર ચર્ચા કરશે.:

આ પણ જુઓ: આંધ્રપ્રદેશના CM તરીકે ચંદ્રાબાબુ નાયડુ 12 જૂને લઈ શકે છે શપથ

Back to top button