અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

સાબરકાંઠા ભાજપમાં હલ્લાબોલ, ભીખાજીના સમર્થનમાં 2 હજાર કાર્યકરોના રાજીનામાં

અરવલ્લી, 26 માર્ચ 2024, સાબરકાંઠામાં ભાજપમાં ભડકો થયો છે. વર્તમાન સાંસદ દિપસિંહનું પત્તુ કાપીને ભાજપે ભીખાજી ઠાકોરને ટીકિટ આપી હતી. પરંતુ ભીખાજીએ અચાનક ચૂંટણી લડવાનો ઈનકાર કરતાં આખરે શોભનાબેન બારૈયાને ટીકિટ આપી હતી. ત્યાર બાદ ભીખાજી નારાજ થયાં હતાં. આજે તેમણે ભાજપ પ્રમુખ સાથે બેઠક કરી હતી અને છેવટે માની ગયા હતાં. તેમના સમર્થકોમાં પણ ભારોભાર રોષ ફેલાયો છે. ભીખાજીના સમર્થકોએ રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. મેઘરજના વેપારીઓએ ભીખાજીના સમર્થનમાં ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ દર્શાવ્યો છે. બે હજારથી વધુ કાર્યકરોએ ભીખાજી ઠાકોરના સમર્થનમાં રાજીનામા આપ્યા છે. જો ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં આપવામાં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

પાટીલ સાથે બેઠક બાદ ભીખાજી ઠાકોરના સુર બદલાયા
સાબરકાંઠામાં ભાજપે ભીખાજી ઠાકોરને બદલીને શોભનાબેન બારૈયાને ટીકીટ આપતાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. મેઘરજમાં આજે ભીખાજી ઠાકોરના સમર્થનમાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. બે હજારથી વધુ કાર્યકરોએ ભીખાજી ઠાકોરના સમર્થનમાં જિલ્લા કમલમ પહોંચી રાજીનામા આપ્યા છે. ભીખાજીના સમર્થનમાં મેઘરજના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો. અરવલ્લીમાં ખાસ કરીને મેઘરજ વિસ્તારમાં ભાજપ ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં આપે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે. બીજી તરફ સી.આર.પાટીલ સાથે બેઠક બાદ ભીખાજી ઠાકોરના સુર બદલાયા છે અને તેમણે સમર્થકોને સમજાવવાની વાત કહી હતી.

બેઠકમાં બે કલાક સુધી ચર્ચાઓ કરવામાં આવી
આજે ગાંધીનગર કમલમ ખાતે ભાજપની બેઠક મળી હતી. આ બેઠકમાં બે કલાક સુધી ચર્ચાઓ કરવામાં આવી હતી. ભાજપે દરેક બેઠક પાંચ લાખની લીડથી જીતવાની રણનીતિ નક્કી કરી લીધી છે. જ્યાં બુથ નબળાં છે ત્યાં મજબૂત કરવા કડક સૂચના આપી દેવામાં આવી છે. પ્રભારીઓ અને જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તે ઉપરાંત કોઈપણ સમસ્યાને લઈ સીધો સંપર્ક કરવા સૂચના અપાઈ છે. મતદારોના ઘર સુધી વધુમાં વધુ વખત પહોંચાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ભાજપના તમામ મત્રીઓ, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ હાજર રહ્યાં હતાં.

આ પણ વાંચોઃઓવૈસી ગાંધીનગર અને ભરૂચ સીટ પર ઉમેદવારો ઉભા રાખશે, કોંગ્રેસે કહ્યું ભાજપે બોલાવ્યા

Back to top button