ગુજરાત

ડીસાની મધુવન સોસાયટીના રહીશોએ વિવિધ પ્રશ્નો બાબતે પાલિકામાં કરી રજુઆત

Text To Speech

પાલનપુરના ડીસા શહેરમાં આવેલ મધુવન સોસાયટીના સ્થાનિક લોકો છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટ, ગટર લાઈન, વરસાદી પાણી તેમજ પીવાના પાણીને લઈ ભારે હાલાકી ભોગવી રહ્યા છે જેને પગલે સ્થાનીકોએ ડીસા પાલિકા ચીફ ઓફિસરને રજુઆત કરી હતી અને જલ્દીથી જલ્દી આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે.

વિવિધ પ્રશ્નોને પગલે સ્થાનીકોમાં રોષ 

ડીસા પાલિકામાં ભાજપનું સાશન આવતા શહેરના તમામ વિસ્તારોમાં વિકાસને વેગ આપ્યો છે, પરંતુ આજે શહેરના એવા અનેક વિસ્તારો છે કે, જ્યાં સ્થાનિક લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે ડીસાના રાણપુર રોડ પર આવેલ મધુવન સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટ, ગટર લાઈન, વરસાદી પાણી નિકાલ તથા પીવાના પાણીના પ્રશ્નને લઇ અનેક તકલીફો ભોગવી રહયા છે. ત્યારે રહીશો ડીસા નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી ને આવેદનપત્ર આપ્યું હતું. અને તાત્કાલિક આ સમસ્યાનો નિકાલ આવે તે માટે રજૂઆત કરી હતી.

Back to top button