ઉત્તર ગુજરાતગુજરાત

ડીસામાં રહેણાંક મકાનમાં ગેસનો બાટલો લિકેજ થતાં આગથી દોડધામ

Text To Speech

પાલનપુર- 21 ઓગસ્ટ 2024, ડીસા શહેરમાં આવેલ સાર ટાઉનશિપમાં આવેલા એક રહેણાંક મકાનમાં વહેલી સવારે ગેસનો બાટલો લિકેજ થયો હતો. પરિણામે અચાનક આગ ભભુકી ઉઠતાં પરીવારજનોમાં દોડધામ મચી જવા પામી હતી.આ ઘટનાના પગલે ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ગેસનો બાટલો લિકેજ થવાની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતાં. જ્યારે 108 ટીમ પણ ઘટના સ્થળે પહોંચી પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી જતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચોઃધાનેરામાં વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો, ડીસામાં દલિત આગેવાનોએ ટાયર સળગાવ્યા

Back to top button