રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગઈકાલે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ સંબંધિત વ્યવહારો માટે NEFT અને RTGS સિસ્ટમમાં જરૂરી ફેરફારો કર્યા છે. આ નિર્દેશો 15 માર્ચ, 2023થી અમલમાં આવશે. RBIએ પરિપત્રમાં જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયની હાલની જરૂરિયાતોના સંદર્ભમાં, વ્યવહારો માટે દાતાનું નામ, સરનામું, મૂળ દેશ, રકમ, ચલણ અને રેમિટન્સનો હેતુ સહિતની તમામ વિગતો રેકોર્ડ કરવી જરૂરી છે.
આ પણ વાંચો: અમદાવાદથી અંકલેશ્વર સુધી 8 લેન એક્સપ્રેસ વેની તૈયારી પૂરજોશમાં, જાણો ક્યારે થશે કાર્યરત
જાણો શું છે NEFT
NEFT, જેને નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ઈલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ છે જે ફંડ ટ્રાન્સફરની સુવિધા આપે છે. NEFT નો ઉપયોગ એક બેંકમાંથી બીજી બેંકમાં અને એક બેંકની શાખામાંથી બીજી બેંકમાં નાણાં ટ્રાન્સફર કરવા માટે થાય છે. ગ્રાહકો NEFT સેવા પ્રદાન કરતી બેંકોમાં નાણાં ટ્રાન્સફર કરી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતી ભાષાના ફરજિયાત શિક્ષણ મુદ્દે હાઈકોર્ટની સરકારને ટકોર
જાણો શું છે RTGS
રિઝર્વબેન્કે ગ્રાહકોની વધતી જરૂરિયાતો પૂરી કરવા અને રોકડ પૂરી પાડવા માટે ઓક્ટોબર 2013માં આરટીજીએસ એટલે કે રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ વ્યવસ્થા શરૂ કરી હતી. ચેનલથી ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરવાની લઘુત્તમ મર્યાદા બે લાખ રૂપિયા છે. બીજી બાજુ બે લાખ રૂપિયાથી ઓછી રકમ એનઈએફટી (નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર) મારફત ઓનલાઈન ટ્રાન્સર કરી શકાય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં જંત્રી વધતા સરકાર સ્ટેમ્પ ડયૂટીમાં આંશિક રાહત આપશે!
2,000 NGO માટે FCRA નોંધણી રદ કરાઈ
2014માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર સત્તામાં આવી ત્યારથી FCRA સંબંધિત નિયમો કડક કરવામાં આવ્યા છે. આ હેઠળ, કાયદાની વિવિધ જોગવાઈઓના ઉલ્લંઘન માટે લગભગ 2,000 બિન-સરકારી સંસ્થાઓની FCRAએ નોંધણી પણ રદ કરવામાં આવી છે.
આ પણ વાંચો: સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-2023નો આરોગ્ય મંત્રીએ કડાથી પ્રારંભ કરાવ્યો
RBIએ ગૃહ મંત્રાલયની સૂચનાને પગલે ફેરફાર કર્યા
કેન્દ્રીય બેંકે બેંકોને NEFT અને RTGS દ્વારા SBIને વિદેશી દાન મોકલતી વખતે સંબંધિત વિગતો મેળવવા માટે જરૂરી ફેરફારો કરવા જણાવ્યું છે. તાજેતરમાં, ગૃહ મંત્રાલયે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને વિદેશથી પૈસા મોકલનારા લોકોની દૈનિક ધોરણે રિપોર્ટ કરવા સૂચના આપી છે. FCRA હેઠળ વિદેશી યોગદાન ફક્ત SBIની નવી દિલ્હી મુખ્ય શાખાના FCRA ખાતામાં જ હોવું જોઈએ. વિદેશી બેંકો તરફથી FCRA ખાતામાં યોગદાન SWIFT દ્વારા અને ભારતીય બેંકો તરફથી NEFT અને RTGS દ્વારા મોકલવામાં આવે છે.