બિઝનેસ

વધતી મોંઘવારીથી RBI ગવર્નર પણ પરેશાન! એમપીસીની બેઠકમાં આપી આકરી પ્રતિક્રિયા

Text To Speech

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ પણ વધતી મોંઘવારીથી પરેશાન છે. તેમણે ફુગાવાને “અસ્વીકાર્ય અને અસંતોષકારક” ગણાવી છે. રિઝર્વ બેંક દ્વારા શુક્રવારે મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકની વિગતો જાહેર કરવામાં આવી હતી. આ વિગત મુજબ બેઠક દરમિયાન મોંઘવારી પર આરબીઆઈ ગવર્નરની ટિપ્પણી કડક હતી. બેઠકમાં એમપીસીના અન્ય સભ્યો દ્વારા સમાન મંતવ્યો વ્યક્ત કરવામાં આવ્યા હતા. એમપીસીની બેઠક 3 થી 5 ઓગસ્ટ દરમિયાન યોજાઈ હતી.

RBI ગવર્નરે શું કહ્યું?
શક્તિકાંત દાસે કહ્યું હતું કે નીતિગત પગલાં નાણાકીય નીતિની વિશ્વસનીયતા મજબૂત કરશે અને ફુગાવાનો ભય ઓછો કરશે. તેમણે કહ્યું હતું કે, મોંઘવારીની સ્થિતિ અને આર્થિક પ્રવૃત્તિઓના આધારે, અમે પરિસ્થિતિ અનુસાર યોગ્ય ખંત સાથે યોગ્ય પગલાં લઈશું. રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર માઈકલ દેબબ્રત પાત્રાએ જણાવ્યું હતું કે અગાઉ નાણાકીય નીતિના પગલાં લેવાથી ફુગાવાના દબાણને નિયંત્રિત કરી શકાય છે અને ફુગાવાને લક્ષ્ય સાથે સુમેળમાં રાખી શકાય છે. આ મધ્યમ ગાળામાં વૃદ્ધિમાં નુકસાનનું જોખમ પણ ઘટાડી શકે છે.

આ પણ વાંચો : ‘મુંબઈમાં ફરી થશે 26/11 જેવો આતંકી હુમલો’, પાકિસ્તાનના નંબર પરથી આવેલા વોટ્સએપ કોલમાં…

તમને જણાવી દઈએ કે MPCની બેઠકમાં રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરીને 5.40 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. RBI છેલ્લા કેટલાક મહિનાઓથી રેપો રેટમાં સતત વધારો કરી રહી છે. રેપો રેટમાં વધારાને કારણે ગ્રાહકોની લોન અને EMI મોંઘી થઈ ગઈ છે.

Back to top button