અનામત હતું, છે અને રહેવાનું જ છે : અમિત શાહ
નવી દિલ્હી, 28 એપ્રિલ : લોકસભા ચૂંટણી માટે બે તબક્કાના મતદાન બાદ ત્રીજા તબક્કા માટે પ્રચાર તેજ થયો છે, જ્યાં રાજકીય પક્ષોના નેતાઓ એકબીજા પર ટોણા મારી રહ્યા છે અને અનેક આક્ષેપો કરી રહ્યા છે. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું છે કે રાહુલ ગાંધી પાયાવિહોણા જૂઠ્ઠાણા બોલીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો ભાજપનો ઈરાદો અનામત ખતમ કરવાનો હોત તો અત્યાર સુધીમાં થઈ ગયો હોત.
મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે ભાજપના નેતાઓ અને નરેન્દ્ર મોદીના નજીકના લોકોના નિવેદનોથી આ સ્પષ્ટ થઈ ગયું છે. તેમનો ઉદ્દેશ્ય બંધારણમાં ફેરફાર કરીને દેશની લોકશાહીને નષ્ટ કરવાનો છે. તેઓ દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓનું આરક્ષણ છીનવીને દેશ ચલાવવામાં તેમની ભાગીદારી ખતમ કરવા માગે છે. પરંતુ બંધારણ અને અનામતની રક્ષા માટે કોંગ્રેસ ભાજપના માર્ગમાં ખડકની જેમ ઉભી છે. જ્યાં સુધી કોંગ્રેસ છે ત્યાં સુધી વિશ્વની કોઈ શક્તિ વંચિતો પાસેથી તેમનું અનામત છીનવી શકશે નહીં.
भाजपा नेताओं और नरेंद्र मोदी के करीबियों के बयानों से अब साफ हो गया है कि उनका उद्देश्य है –
1 – संविधान बदल कर देश का लोकतंत्र तबाह कर देना।
2 – दलितों, पिछड़ों, आदिवासियों का आरक्षण छीन कर देश चलाने में उनकी भागीदारी खत्म करना।
लेकिन संविधान और आरक्षण की रक्षा के लिए…
— Rahul Gandhi (@RahulGandhi) April 27, 2024
‘અનામત નાબૂદ કરવાનો કોઈ ઈરાદો નથી’
રાહુલ ગાંધીના આ નિવેદન પર ગૃહમંત્રીએ પલટવાર કરતા કહ્યું કે રાહુલ ગાંધી પાયાવિહોણા જૂઠ્ઠાણા બોલીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દેશમાં ભાજપની સરકાર 10 વર્ષથી ચાલી રહી છે અને 2 વખત પૂર્ણ બહુમતી મળી છે. જો ભાજપનો ઈરાદો અનામત ખતમ કરવાનો હોત તો અત્યાર સુધીમાં થઈ ગયો હોત. પીએમ નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના દલિત, પછાત અને આદિવાસી ભાઈ-બહેનોને ખાતરી આપી છે કે જ્યાં સુધી ભાજપ છે. ત્યાં સુધી આરક્ષણને કોઈ સ્પર્શી શકશે નહીં.
राहुल गांधी और कांग्रेस आरक्षण को लेकर देशवासियों को गुमराह कर रही है। कांग्रेस ने तुष्टिकरण के लिए कर्नाटक और आंध्र प्रदेश में अल्पसंख्यकों को आरक्षण देकर एवं जामिया और AMU जैसी संस्थाओं में SC-ST और OBC को वंचित रखकर आरक्षण खत्म करने का प्रयास किया है। लेकिन ये मोदी जी की… pic.twitter.com/IfHvjyGzQu
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) April 28, 2024
‘કોંગ્રેસે અનામત પર હુમલો કર્યો’
તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ હંમેશા એસસી/એસટી અને ઓબીસીના આરક્ષણ પર હુમલો કર્યો છે. કર્ણાટકમાં તેમની સરકાર આવી અને 4 ટકા લઘુમતી અનામત આપી. કોનો ક્વોટા કપાયો? ઓબીસી (અનામત) કાપવામાં આવ્યો. આંધ્ર પ્રદેશમાં તેમની સરકાર સત્તામાં આવી, ત્યાં પણ તેમણે 5 ટકા લઘુમતી અનામત આપી…
કોંગ્રેસ હંમેશા ઓબીસીનો વિરોધ કરે છેઃ અમિત શાહ
તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસે હંમેશા પછાત સમાજનો વિરોધ કર્યો છે અને ક્યારેય આદિવાસીઓને ન્યાય આપવાનું કામ કર્યું નથી અને AMU જેવી સંસ્થાઓમાં SC-ST અને OBC માટે કોઈ અનામત નથી, તેનું એકમાત્ર કારણ કોંગ્રેસની SC-ST અને OBC નીતિઓ છે. કોંગ્રેસે હંમેશા પછાત સમાજનો વિરોધ કર્યો છે. બાબા સાહેબ આંબેડકરને હેરાન કરવામાં આવ્યા હતા. દ્રૌપદી મુર્માને રાષ્ટ્રપતિ બનાવીને આદિવાસી સમાજને સન્માન આપવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે.