રિસર્ચઃ કોરોનાથી થઈ રહ્યું છે ગેગરીન, આંતરડા કાપવા પડે છે
કોરોનાનું કહેર હજુ પણ યથાવત છે. એક બાજુ દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, તો બીજી બાજુ કોરોનાને લઈને નવા નવા રિસર્ચ સામે આવી રહ્યાં છે. હાલમાં થયેલા એક રિસર્ચ મુજબ સામે આવ્યું છે કે કોરોના સંક્રમણથી માત્ર ફેફસાં જ ખરાબ નથી થતા, આ વાયરસથી લિવર અને આંતરડાને પણ ખરાબ અને ગંભીર અસર થાય છે. આ આંતરડાને બ્લોક કરી દે છે, જેનાથી ગેગરીન થઈ શકે છે અને આંતરડા કાપવા પડે છે. કેટલાંક દર્દી તો મોતને પણ ભેટે છે. જે બચી જાય તેઓની સ્થિતિ ઘણી જ ખરાબ હોવાનું સામે આવ્યું છે. આ વાત IMACGP રિફ્રેશર કોર્સમાં હૈદરાબાદથી આવેલા વિશેષજ્ઞ ડૉ. સંદીપ લખટકિયાએ જણાવી છે.
તેમને આ પ્રકારના દર્દીઓનો એક રિપોર્ટ પણ રજૂ કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું કે કોરોના સંક્રમણથી નસ બ્લોકેજ કરી દીધી. એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડથી નસની બ્લોકેજ હટાવી શકાય છે. GSVM મેડિકલ કોલેજમાં ચાલી રહેલા રિફ્રેશર કોર્સમાં જણાવવામાં આવ્યું કે કોરોનાની ઝપેટમાં આવેલા 20 રોગીઓના આંતરડામાં સોજો આવ્યો હતો, આ સાથે આંતરડા પ્રભાવિત પણ થયા હતા.
આંતરડામાં સંક્રમણ ફેલાતા દર્દીને ડાયરિયા થઈ જાય છે
રિપોર્ટ મુજબ કોરોનાનું સંક્રમણ આંતરડામાં ફેલાતા દર્દીને ડાયરિયા થઈ જાય છે. કોરોનાની તપાસ લાળ અને નાકના દ્રવ્ય ઉપરાંત મળના સેમ્પલથી પણ કરી શકાય છે. શરૂઆતમાં લોકો એવા ભ્રમમાં રહ્યાં કે કોરોનાથી માત્ર ફેફસાં જ ખરાબ થાય છે પરંતુ હવે પોસ્ટ કોવિડ રોગીઓમાં આંતરડાની ખરાબી અને ગેગરીનના લક્ષણ પણ જોવા મળી રહ્યાં છે.
ઈન્ડોસ્કોપી અલ્ટ્રાસાઉન્ડથી સારવાર સરળ
કેટલાંક લોકોની પગની નસ બ્લોક થવાની ગેગરીન થયું. ઘણાં લોકોએ ભ્રામક પ્રચારના કારણે આયુર્વેદિક દવાના નામે કેપ્સૂલ ખાધી, તેમને લિવરની સમસ્યા થઈ ગઈ. આ ઉપરાંત ડૉ. લખટકિયાએ જણાવ્યું કે ઈન્ડોસ્કોપી અલ્ટ્રાસાઉન્ડથી આંતરડાના બહારના ભાગ ઉપરાંત અંદર થયેલું ટ્યૂમર બ્લોકેજ પણ જોઈ શકાય છે. તેનાથી રોગના ડાયગ્નોસિસમાં સહેલાય રહે છે. પ્રેંકિયાઝની આજુબાજુની થેલીમાં પાણી પણ નીકળવાની સહેલાઈ થઈ છે. ખાવાની થેલીમાં બ્લોકેજના કેસમાં પણ આ વિધિથી સારવાર થઈ શકે છે.