તાજેતરમાં એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે કોવિડ-19નો આગામી સ્ટ્રેન ઓમિક્રોન કરતા પણ વધુ ખતરનાક હોઇ શકે છે. આ રિસર્ચ દક્ષિણ આફ્રિકાની એક લેબોરેટરી તરફથી આયોજિત કરાયુ હતુ. જેમાં વર્ષ 2021માં વેક્સિન વિરુદ્ધ પહેલીવાર ઓમિક્રોનનો ટેસ્ટ કરાયો હતો.
સૌથી પહેલા વાઇરસે ઓમિક્રોન BA.1 સ્ટ્રેનની સમાન કોશિકા સંલયન અને મૃત્યુનું કારણ બન્યુ, પરંતુ તે વિકસિત થયો તેમ ચીનના વુહાનમાં ઓળખાયેલા કોરોનાવાઇરસના પહેલા વેરિઅન્ટ જેવો જ થઇ ગયો. રિસર્ચમાં જાણવા મળ્યુ કે એ લોકોને વધુ ખતરો છે, જે એચઆઇવી કે કોઇ અન્ય ગંભીર બિમારીના દર્દી છે. જોકે હજુ આ રિસર્ચ સ્ટડીની સમીક્ષા કરવાની બાકી છે અને તે માત્ર એક વ્યક્તિના સેમ્પલ પર આધારિત છે.
આ રિસર્ચ સ્ટડીનું નેતૃત્વ ડરબનમાં આફ્રિકા હેલ્થ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ એલેક્સ સિગલે કર્યુ છે. સિગલ અને અન્ય વૈજ્ઞાનિકોએ પહેલા એ માન્યુ છે કે બીટા અને ઓમિક્રોન જેવા વેરિઅન્ટ બંને શરૂઆતમાં દક્ષિણ આફ્રિકામાં ઓળખાયા હતા.