ટ્રેન્ડિંગનેશનલ

ટુ-વ્હીલરની અંદર છૂપાયેલા 7 ફૂટ લાંબા ઝેરી સાપનું રેસ્ક્યૂ, જૂઓ વીડિયો

 ચેન્નઈ (તમિલનાડુ), 11 ડિસેમ્બર: તમિલનાડુના ચેન્નઈ શહેરમાં અજીબોગરીબ કિસ્સો બન્યો હતો. એક સ્કૂટરની અંદરથી એક ઝેરી સાપ મળી આવ્યો હતો. આ સાત ફૂટ લાંબો સાપ ટુ-વ્હિલરની અંદર ઘૂસીને બેઠો હતો. સ્કૂટર ચાલકને ખબર પડી કે સ્કૂટરના આગળના ભાગમાં સાપ છુપાયેલો છે, ત્યારે તે ચોંકી ગયો હતો. પરંતુ કોઈપણ છેડછાડ કર્યા વિના તેણે સૌથી પહેલા ફાયર વિભાગને આ બાબતે જાણ કરી. ત્યારબાદ ચેન્નઈના ફાયર વિભાગના અધિકારીઓએ સાપને નીકાળવાનો પ્રયાસ કર્યો હતો. સ્કૂટરના સ્ટ્રિયરિંગના નીચેના ભાગમાં ગુંથાયેલા 7 ફૂટ લાંબા સાપને જેમ-તેમ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો.

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ આ રેસ્ક્યૂનો એક વીડિયો અપલોડ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્કૂટરના વચ્ચેના ભાગમાં સાપ વિંટડાયેલી સ્થિતિમાં છે. ફાયર વિભાગના બચાવકર્મી અને પોલીસ સાપને નીકાળવાનું પ્રયત્ન કરી રહ્યા છે. ખૂબ જ સાવધાનીથી બચાવ કર્મીઓ એક સળિયા વડે ક્રોબાને નુકસાન પહોંચાડ્યા વગર સ્કૂટરમાંથી બહાર નીકાળે છે. ત્યારબાદ એક પ્લાસ્ટિકના કોથળામાં તેને નાખવામાં આવે છે. જો કે, આ સાપને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

આ સાપ સ્કૂટરની અંદર ક્યારે અને કેવી રીતે ફસાયો હશે તેની કોઈ ચોક્કસ માહિતી જાણવા મળી નથી. પરંતુ મિચોંગ ચક્રવાતથી ભારે વરસાદના કારણે સાપ અંદર ઘૂસ્યો હશે તેવું કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: 2023માં આ બ્લેક બ્યુટીનો વીડિયો સૌથી વધુ જોવામાં આવ્યો, શું છે ખાસ ?

Back to top button