અમદાવાદગુજરાતટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

રેલવે ફાટક પર ટ્રેનની ટક્કરથી કારનો આબાદ બચાવ, જુઓ વાયરલ વીડિયો

  • કાર ચાલતી ટ્રેન અને રેલવે ક્રોસિંગ ફાટક વચ્ચે ખૂબ જ મર્યાદિત જગ્યામાં ફસાઈ ગઈ

ઉત્તર પ્રદેશ, 17 જાન્યુઆરી: એવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જે જોઈને આશ્ચર્ય થાય છે. આમાંથી કેટલાક વીડિયો ફની હોય છે તો કેટલાક વીડિયો ડરામણા હોય છે. હાલ ટ્વિટર(X) પર આવો જ એક હૃદયદ્રાવક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ હૃદયદ્રાવક ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે એક કાર રેલવે ફાટક પાર કરવાનો પ્રયાસ કરતી વખતે ફસાઈ ગઈ અને તે જ સમયે, ચંપારણ સત્યાગ્રહ એક્સપ્રેસ ટ્રેન નજીકથી પસાર થઈ રહી છે જે ટ્રેન સાથે અથડાઈને કાર બચી જાય છે. વીડિયોમાં દેખાતી વાહનની નંબર પ્લેટ બતાવે છે કે તે ઉત્તર પ્રદેશના નોઈડામાં નોંધાયેલા નંબરવાળી કાર છે, જે ચાલતી ટ્રેન અને રેલવે ક્રોસિંગ ફાટક વચ્ચે ખૂબ જ મર્યાદિત જગ્યામાં સીધી ઊભી જોવા મળે છે. જોકે, હમ દેખેન્ગે(HD) ન્યૂઝ આ વીડિયોની સત્યતાની કોઈ પુષ્ટિ કરતું નથી.

વીડિયોમાં જોઈ શકાય છે કે, ફાટક બંધ થતાં કાર રેલ્વે ક્રોસિંગને પાર કરી રહી હતી. આવી સ્થિતિમાં કાર ત્યાં જ ફસાઈ ગઈ. લોકો પણ નજીકમાં ઊભેલા જોવા મળે છે. ડ્રાઇવરે કારને રેલવે ટ્રેકની સાઇડમાં ઊભી રાખી હતી, જેના કારણે આનંદ વિહારથી મોતિહારી જતી ચંપારણ સત્યાગ્રહ એક્સપ્રેસ સરળતાથી પસાર થઇ ગઈ. આના કારણે કારને સહેજ પણ નુકસાન થયું ન હતું. જો કે, આવા કિસ્સાઓમાં અકસ્માતની સંભાવના વધારે રહે છે. આ વીડિયો પર લોકોએ ઘણી કોમેન્ટ કરી છે.

યુઝર્સે આ વીડિયો વિશે શું કહ્યું ?

ટ્વિટર પર એક યુઝરે લખ્યું કે, “કાર ચાલક અત્યંત મૂર્ખ પ્રકારનો છે.” તો અન્ય યુઝરે પોતાની કોમેન્ટમાં લખ્યું છે કે, “આને આપણે ક્લોઝ રેસ્ક્યુ કહીએ શકીએ. જો કે, હું ઇચ્છતો હતો કે કારનો એક ભાગ ટ્રેન સાથે અથડાય, જેથી મૂર્ખ કારનો માલિક બોધપાઠ શીખી શકે.” X (અગાઉ ટ્વિટર) પર અત્યાર સુધીમાં આ વીડિયોને 1 લાખ 25 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. બીજા યુઝરે કોમેન્ટમાં લખ્યું છે કે, ‘ UP 16, જેની અપેક્ષા હતી. જો તમે UP 16 રજીસ્ટ્રેશનવાળા વાહનો જુઓ છો, તો તેમનાથી દૂર રહેવું વધુ સારું છે.

કાર માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ : યુઝર્સ

ઈન્ટરનેટ યુઝર્સે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી અને પોલીસને કાર માલિક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેના જવાબમાં એક યુઝરે લખ્યું છે કે, યુપી પોલીસે ઘણા લોકોના જીવ જોખમમાં મુકવા બદલ આ કાર માલિક સામે કાર્યવાહી કરવી જોઈએ. અન્ય યુઝરના જણાવ્યા અનુસાર, ‘RPF અને સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધવી જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ.’

આ પણ જુઓ :VIDEO: વાંદરો યુવકનો આઈફોન લઈને ભાગ્યો, આગળ શું થયું એ જોઈને હસીને લોટપોટ થઈ જશો

Back to top button