ગુજરાતટ્રેન્ડિંગબિઝનેસ

બિલ્ડરોને પ્રોજેક્ટની જાહેરાતમાં ફરજિયાત QR કોડ આપવા RERAનો આદેશ, જાણો શું છે કારણ

Text To Speech

અમદાવાદ, 11 ઓક્ટોબર : ગુજરાત RERA ઓર્થોરિટી (રેરા) દ્રારા નવા મકાન ખરીદારનાર લોકો માટે મહત્વનો નિર્ણય કરાયો છે. જેમાં રિયલ એસ્ટેટના નવા પ્રોજેકટની વિગતો લોકો આંગળીના ટેરવે જાણી શકશે આ માટે ડેવલપર્સે કયુઆરકોડ આપવા RERAએ આદેશ કર્યો છે. પ્રોજેકટ અંગેની જાહેરાત, બ્રોશર અને પ્રોસ્પેકટસમાં કયુઆર કોડ રાખવાનો ફરજિયાત કરતો RERAએ પરિપત્ર કર્યો છે. જેના પરિણામે મિલકત ખરીદનાર વ્યકિતને સાઈટ પર ગયા વગર તમામ વિગતો ઉપલબ્ધ બની શકશે.

ગુજરાત RERAએ સંભવિત ખરીદદારો માટે આ પ્રકારની માહિતી મેળવવાનું સરળ બનાવ્યું છે. તેણે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડયો છે. જેમાં પ્રોજેકટ વિશે રિયલ એસ્ટેટ ડેવલપર્સ દ્રારા પ્રકાશિત કરવામાં આવતી તમામ જાહેરાતો, બ્રોશરો, અને પ્રોસ્પેકટમાં ક્વિક રિસ્પોન્સ માટે ક્યુઆર કોડ મૂકવા આદેશ કરાયો છે. આ નિર્ણય પહેલી ઓક્ટોબરથી અમલમાં આવ્યો છે. રિયલ એસ્ટેટની જાહેરાત જોઇને ઘણાં લોકોને તે પ્રોજેકટ અંગે માહિતી જોઇતી હોય છે. પરંતુ તેના માટે જેતે પ્રોજેકટ સાઇટ પર જવું પડે છે. તેના બદલે હવે આવી માહિતી સરળતાથી મળી શકે તે માટે ગુજરાત રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને તેના પ્રોજેકટ અંગેની ઝડપી માહિતી મળી રહે તેવો હેતુ છે.

જાહેરાતમાં આઠ અંકનો RERA નંબર અને ગુજરેરા વેબસાઇટ દર્શાવવાની હાલની જરિયાત ઉપરાંત ડેવલપર્સે હવે જાહેરાતો અને માહિતી સામગ્રીમાં પ્રોજેકટનો કયુઆર કોડ સામેલ કરવો આવશ્યક છે. RERA નોંધણી પ્રમાણપત્રમાં અપાતા કયુઆર કોડ, હિસ્સેદારો–ઘર ખરીદનારાઓ રોકાણકારો અને અન્ય રસ ધરાવતા પક્ષકારોને તેમના સ્માર્ટફોન વડે તેને સ્કેન કરતાની સાથે સબંધિત પ્રોજેકટ વિશે વિગતવાર માહિતી મેળવી શકશે.

આ પણ વાંચો :- ગુજરાત: હેલિકોપ્ટર દુર્ઘટનાના એક મહિના બાદ ગુમ થયેલા પાયલટનો મળ્યો મૃતદેહ

Back to top button