ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ

અમેરિકામાં રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી, બેન્કિંગ સેક્ટર પર ઘેરાયા સંકટનાં વાદળો

ન્યૂયોર્ક (અમેરિકા), 28 એપ્રિલ: અમેરિકામાં બેન્ક પર સંકટ તોળાઈ રહ્યું છે. રિપબ્લિક ફર્સ્ટ બેન્ક વર્ષ 2024ની પહેલી અમેરિકન બેન્ક છે જે નાદર થઈ ગઈ છે. અગાઉના વર્ષોમાં પણ ઘણી બેન્કોની હાલત કફોડી બનતા નિષ્ફળ ગઈ હતી. રિપોર્ટ મુજબ, ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કૉ-ર્પોરેશન(FDIC)એ તમામ ખામીઓને હાઇલાઇટ કર્યા બાદ તેને સીઝ કરી દીધું છે. ગયા શુક્રવારે FDICએ જણાવ્યું હતું કે યુએસ નિયમનકારોએ રિપબ્લિક ફર્સ્ટ બેન્કોર્પને જપ્ત કરી લીધું છે અને તેને ફુલ્ટન બેન્કને વેચવા માટે સંમતિ દાખવી છે.

FDICએ કહ્યું કે, 31મી જાન્યુઆરી 2024 સુધીમાં આ બેન્ક પાસે $6 બિલિયનની સંપત્તિ અને લગભગ $4 બિલિયનની થાપણો હતી. આ બેન્ક નાદાર જાહેર થયા બાદ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ ફંડને લગભગ 667 મિલિયન ડૉલરનો બોજ ઉઠાવવો પડી શકે છે.

ફુલ્ટન બેન્કે રિપબ્લિક ફર્સ્ટ બેન્કનો કબજો લીધો

રિપોર્ટ અનુસાર, ફુલ્ટન બેન્કે તેની નિષ્ફળતા બાદ હવે રિપબ્લિક ફર્સ્ટ બેન્કનો કબજો લઈ લીધો છે. ફુલ્ટન બેન્કે આ બેન્કની તમામ થાપણો અને સંપત્તિઓ ખરીદી લીધી છે. એટલું જ નહીં, શનિવારથી રિપબ્લિક ફર્સ્ટ બેંકની 32 શાખાઓ પણ ફુલ્ટન બેન્ક બ્રાન્ચના નામે ખોલવામાં આવી છે. આ પહેલા સિટીઝન બેન્ક, સિલિકોન વેલી અને સિગ્નેચર બેન્ક પણ બંધ થઈ ચૂકી છે, જે અમેરિકામાં બેન્કિંગ કટોકટીનું મોટું ઉદાહરણ છે. ગયા વર્ષે વૉલ સ્ટ્રીટ જર્નલે એક અહેવાલમાં કહ્યું હતું કે રિપબ્લિક ફર્સ્ટ બેન્કે એક રોકાણ જૂથ સાથે સોદો કર્યો હતો, પરંતુ આ પ્રયાસ પણ ફેબ્રુઆરી 2024 સુધીમાં નિરર્થક ગયો. ડીલની નિષ્ફળતા પછી FDICએ બેન્કને જપ્ત કરીને વેચવાના પ્રયાસો ફરી શરૂ કર્યા હતા.

ગયા વર્ષથી જ સંકેતો દેખાવા લાગ્યા હતા

રિપબ્લિક ફર્સ્ટ બેન્કમાં કટોકટી ગયા વર્ષથી વધુ ઘેરી બની હતી, જ્યારે બેન્કે નોકરીઓમાં ભારે કાપ મૂકવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, તે મોર્ટગેજ બિઝનેસમાંથી બહાર નીકળી ગયો, તેની પાછળનું કારણ ઊંચો ખર્ચ અને નફામાં સુધારાનો અભાવ હતો. વર્ષ 2024 સુધીમાં બેન્કના શેરની કિંમત પણ ઘટી હતી અને 26 એપ્રિલે બેન્કના એક શેરની કિંમત 2 ડૉલરથી ઘટીને લગભગ 1 સેન્ટ થઈ ગઈ હતી અને તેનું માર્કેટ કેપિટલાઈઝેશન B ઘટીને 2 મિલિયન ડૉલરથી ઓછું થઈ ગયું હતું .

આ પણ વાંચો: ‘જો તમારે અમેરિકામાં CEO બનવું હોય તો ભારતીય હોવું એ પહેલી શરત’: અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટીએ કેમ કહ્યું આવું?

Back to top button