પ્રજાસત્તાક દિવસ પરેડ: કર્તવ્ય પથ પર પ્રદર્શિત થયેલા ટેબ્લોમાં આ રાજ્યએ બાજી મારી, પ્રથમ નંબર મેળવ્યો
નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2025: ભારતમાં 26 જાન્યુઆરીના રોજ 76મો પ્રજાસત્તાક દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે કર્તવ્ય પથ પર પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના વિવિધ રાજ્યોએ ભાગ લીધો હતો, જેમાં અલગ અલગ રાજ્યોના ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. પ્રજાસત્તાક દિવસની પરેડ બાદ પીપલ્સ ચોઈસ એવોર્ડમાં ઉત્તર પ્રદેશના ટેબ્લોએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. યૂપી સરકારે ખુદ આ વાતની જાણકારી આપી છે.
યૂપીની ઝાંખીને 40 ટકા વોટ
ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે જણાવ્યું કે, ગણતંત્ર દિવસ પરેડમાં ઉત્તર પ્રદેશના ટેબ્લોને 25,007 વોટ એટલે કે 40 ટકા વોટ સાથે પીપલ્સ ચોઈસ એવોર્ડમાં પ્રથમ સ્થાન મળ્યું છે. ઉત્તર પ્રદેશની ઝાંખીમાં મહાકુંભની ભવ્યતાને દર્શાવી હતી અને પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમને દુનિયામાં માનવતાનું સૌથી મોટું સમાગમ તરીકે પ્રદર્શિત કર્યું હતું.
ઝાંખીમાં મહાકુંભ 2025ની ઝલક
દિલ્હીમાં કર્તવ્ય પથ પર પરેડ દરમ્યાન ઉત્તર પ્રદેશની ઝાંખી આધ્યાત્મ, વિરાસત, વિકાસ અને ડિજિટલ પ્રગતિ પર કેન્દ્રિત હતી. આ ઝાંખીમાં મહાકુંભ 2025ની ઝલક દેખાડી હતી. જે સ્વર્ણિમ ભારત: વિરાસત અને વિકાસની ભવ્યતાને પ્રદર્શિત કરે છે. આ વિશ્વ સ્તર પર માનતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત તરીકે માન્યતા પ્રાપ્ત છે.
આ પણ વાંચો: મહાકુંભમાં ભાગદોડ: પ્રયાગરાજ આવતી કેટલીય ટ્રેનો ડાયવર્ટ કરી, આગામી આદેશ સુધી સ્પેશિયલ ટ્રેન રદ