ટોપ ન્યૂઝનેશનલ

પ્રજાસત્તાક દિવસ પરેડ : મહિલા રાષ્ટ્રપતિ સામે મહિલા સેના જવાનોની પરેડ, દેશની દીકરીઓએ વધાર્યું માન

Text To Speech

આ વખતે પ્રજાસત્તાક દિવસ પર કર્તવ્ય પથ પર ઘણી વિશેષ તસ્વીરો જોવા મળી હતી. જેમાં પહેલી વખત દેશની આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દેશની ત્રણેય સેનાની પરેડને વધાવી રહ્યા હતા તો તેની સાથે જ એરફોર્સથી લઈ બીએસએફ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની પરેડનું નેતૃત્વ મહિલા લીડર દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આ પ્રકારની ઘટના ભાગ્યેજ જોવા મળી છે.

કર્તવ્ય પથ પર પરેડમાં મહિલા Hum Dekhenege News

આ પરેડમાં દેશની વધતી જતી સ્વદેશી ક્ષમતા, મહિલા શક્તિ અને ‘નવા ભારત’ના ઉદભવને જોવાની તક મળી છે. તે જ સમયે, લશ્કરી શક્તિ અને દેશની સાંસ્કૃતિક વિવિધતાનું અનોખું મિશ્રણ જોવા મળ્યું છે. જેમાં મહિલાઓની ટુકડી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની અને નારી શક્તિનો સંદેશ કર્તવ્ય પથ પર દેશવાસીઓને આપવામાં આવ્યો છે.

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દેશની પ્રથમ ઊંટ સવારી મહિલા ટુકડી પ્રથમ વખત પુરૂષ ઊંટ ટુકડી સાથે રાજપથ પરેડમાં ભાગ લીધો છે. આ BSF મહિલા ઊંટ ટુકડીને રાજસ્થાન ફ્રન્ટિયર અને બિકાનેર સેક્ટરના ટ્રેનિંગ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ વિશ્વની પ્રથમ મહિલા ઊંટ સવારી ટુકડી છે.

પહેલી વખત એરફોર્સની ઝાંખીનું નેતૃત્વ સ્ક્વોડ્રન લીડર સિંધુ રેડ્ડીની આગેવાની હેઠળની ઈન્ડિયન એરફોર્સની ટુકડીમાં 144 એરમેન અને ચાર અધિકારીઓ સામેલ થયા. એરફોર્સની ઝાંખી, ‘ધ પાવર ઓફ ધ ઈન્ડિયન એરફોર્સ’ની થીમ પર તૈયાર થઈ છે.

મહિલા પરેડ Hum Dekhenege News

આ ઝાંખીમાં લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ Mk-II, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર ‘પ્રચંડ’, એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કન્ટ્રોલ એરક્રાફ્ટ નેત્રા અને C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત સેન્ટ્રલ આર્મડ ફોર્સની ઝાંખીમાં મહિલા નેતૃત્વ જોવા મળ્યું હતું. જેમાં મહિલાઓ દ્વારા નારી શક્તિના દર્શન કરવવામાં આવ્યા હતા. અને દેશની સુરક્ષા માટે મહિલા રિઝર્વ પોલીસ તમામ રીતે તૈયાર હોવાનો સંદેશ આપ્યો છે.

આ પણ વાંચો : પાટિલે કમલમ ખાતે કર્યું ધ્વજવંદન : કહ્યું, દેશના લોકો લોકશાહી માટે સમર્પિત

Back to top button